Get The App

ચાંદીના વાયદામાં રૂ. 48000 અને સોનામાં રૂ. 9900નું ગાબડું

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના વાયદામાં રૂ. 48000 અને સોનામાં રૂ. 9900નું  ગાબડું 1 - image

- સોના-ચાંદીના વાયદામાં રૂ. 86951 કરોડનાં કામકાજ

અમદાવાદ : વિશ્વબજારમાં ડોલરમાં સુધારો નોંધાવાની સાથે ઉંચા મથાળે કિંમતી ધાતુઓમાં મોટા પાયે નફારૂપી વેચવાલીનું દબાણ આવતા કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર આજે સોના ચાંદીના વાયદામાં પ્રચંડ કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત આજે અમદાવાદ, દિલ્હી તેમજ મુંબઈ બુલિયન બજારમાં પણ સોના-ચાંદીના હાજર ભાવમાં પણ ગાબડા નોંધાયા હતા. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૩૮૩૮૯૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૩૮૯૯૮૬ અને નીચામાં રૂ.૩૫૧૯૦૬ના મથાળે અથડાઈ, રૂ.૩૯૯૮૯૩ના આગલા બંધ સામે રૂ.૪૭૯૮૭ ઘટી રૂ.૩૫૧૯૦૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

કિલોદીઠ ચાંદી-મિની ફેબુ્રઆરી વાયદો રૂ.૪૭૯૧૨ ઘટી રૂ.૩૬૨૭૯૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબુ્રઆરી વાયદો રૂ.૪૮૨૭૭ ઘટી રૂ.૩૬૨૭૮૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૮૬૯૫૧.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું ફેબુ્રઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૭૮૯૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૬૮૦૦૦ અને નીચામાં રૂ.૧૫૯૨૩૯ના સ્તરને સ્પર્શી, રૂ.૧૬૯૪૦૩ના આગલા બંધ સામે રૂ.૯૯૦૩ ઘટી રૂ.૧૫૯૫૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની ફેબુ્રઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૮૫૬૯ ઘટી રૂ.૧૪૦૨૯૮ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્આરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૦૬૬ ઘટી રૂ.૧૭૬૮૦ થયો હતો. સોનું-મિની ફેબુ્રઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૨૫૭ ઘટી રૂ.૧૬૦૬૯૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

ગોલ્ડ-ટેન ફેબુ્રઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૨૬૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૮૫૦૦૦ અને નીચામાં રૂ.૧૭૩૩૬૦ના સ્તરને સ્પર્શી, રૂ.૧૮૪૪૨૫ના આગલા બંધ સામે રૂ.૭૮૦૬ ઘટી રૂ.૧૭૬૬૧૯ના સ્તરે પહોંચ્યો હતો.