- ગાઝામાંથી પેલેસ્ટાઈનીઓને સાફ કરવાનું ધ્યેય
- ગાઝા-ડિવિઝનના સૈન્ય અધિકારીઓ અને સંરક્ષણ મંત્રી સાથે નેતન્યાહૂની સઘન મંત્રણા : તેઓ પણ ગાઝા કબજે કરવા સહમત થયા
તેલઅવીવ : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરૂવારે (સ્થાનિક સમય પ્રમાણે) જણાવ્યું હતું કે તેઓ ગાઝા શહેર અને ગાઝાપટ્ટી સંપૂર્ણ રીતે કબજે કરવાની યોજનાને મંજૂરી કરી હતી. સાથે અધિકારીઓએ તેમ પણ કહ્યું હતું કે હમાસે બંદીવાન રાખેલા બંધકોને છોડવા માટે મંત્રણા શરૂ કરી. જો તે મંત્રણા નિષ્ફળ રહેશે તો સમગ્ર ગાઝામાંથી પેલેસ્ટાઈનીઓને સાફ કરી નાખો.
નેતન્યાહૂએ ગાઝા-ફ્રન્ટનો હવાલો સંભાળતા લશ્કરી અધિકારીઓ અને સંરક્ષણ મંત્રી, યોઆવ ગેલાન્ટ સાથે તે માટે સઘન મંત્રણા કરી હતી. તેઓ નેતન્યાહૂના આ નિર્ણય સાથે સહમત થયા હતા.
નેતન્યાહૂએ કહ્યું, આજે હું ગાઝા-કિવીઝનની મુલાકાતે ગયો હતો. જયાં સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલાન્ટ પણ ગાઝા સંપૂર્ણ રીતે કબજે કરવાની મારી યોજના સાથે સંમત થયા હતા. જેમાં ગાઝા શહેર ઉપરનો સંપૂર્ણ કબજો અને હમાસને પરાજિત કરવા જણાવ્યું હતું.
નેતન્યાહૂએ કહ્યું કે, આ સાથે મેં તેઓને તુર્ત જ હમાસ સાથે મંત્રણા કરી બંધકોને છોડાવવા પ્રયત્નો શરૂ કરવા જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, હજી પણ બંદીવાન રખાયેલા ૫૦ બંધકોને છોડવા એક સર્વગ્રાહી સમજૂતી કરવા પણ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું કે, યુદ્ધ બંધ કરવા માટેનો આ એક માત્ર માર્ગ છે.
નિરીક્ષકો કહે છે કે, ગુરૂવારે તેઓએ કરેલા આ વિધાનો નેતન્યાહૂના વલણમાં કોઈ મોટો ફેરફાર થશે તેમ માનવું ઘણુ ઉતાવળુ બની રહેશે.
બીજી તરફ કેટલાક વિશ્લેષકો માને છે કે, વાસ્તવમાં ગાઝામાંથી તમામ પેલેસ્ટાઈનીઓને જ સાફ કરવાનું નેતન્યાહૂનું ધ્યેય છે. તેને અમેરિકા દ્વારા ગુપ્ત રીતે પુષ્ટિ પણ મળે છે.


