ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખવા જી-20 દેશોનો નિર્ણય
અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવા પ્રયાસ
1.5 ડિગ્રીનો લક્ષ્યાંક એટલે 2030 સુધીમાં વૈશ્વિક ઉત્સર્જનમાં અડધોઅડધ ઘટાડો અને 2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જન
રોમ : ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્શિયસ સુધી જ મર્યાદિત રાખવાનો નિર્ણય જી-20 બેઠકમાં દેશો દ્વારા કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે 1.5 ડિગ્રીનો લક્ષ્યાંક નક્કી કરવો એટલે 2030 સુધીમાં વૈશ્વિક ઉત્સર્જનમાં અડધોઅડધ ઘટાડો કરવો અને 2050 સુધીમાં વૈશ્વિક ઉત્સર્જનને નેટ-ઝીરોના સ્તર સુધી પહોંચાડવું.
ઉલ્લેખનીય છે કે અમેરિકા, ચીન અને ભારત વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 80 ટકા હિસ્સો ધરાવે છે. રોમમાં મળેલી જી-20 બેઠકના ફાઇનલ ડ્રાફ્ટ કોમ્યુનિક પ્રમાણે તમામ દેશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ સ્તર પર ગ્લોબલ વોર્મિંદને 1.5 ડિગ્રી સેલ્શિયસ સુધી જ મર્યાદિત રાકવામાં આવેછે.
જો કે આ ડ્રાફ્ટ પ્રમાણે ઝીરો એમિશન એટલે કે ઉત્સર્જનને શૂન્યના સ્તર સુધી પહોંચાડવા અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં ગ્લાસગોમાં યુનાઇડેટ નેશન્સની નિર્ણાયક ક્લાઇમેટ ચેન્જ સમિટ થવાની છે, જેથી તેને થોડાં દિવસ અગાઉ જી-20 દેશો દ્વારા થયેલો આ નિર્ણય ખૂબજ મહત્વનો ગણવામાં આવે છે.
અમેરિકા, ભારત, ચીન, રશિયા અને યુરોપિયન દેશોએ આ સમિટમાં નિર્ણય કર્યો છે તે તમામ દેસો દ્વારા પર્યાવરણ અંગે ટૂંકાગાળાના અને લાંબાગાળાના આયોજનો ઘડવામાં આવશે અને આ મુદ્દે આંતતરરાષ્ટ્રીય સહકાર પણ આપવામાં આવશે.
આ ઉપરાંથ ઉત્સર્જનની ફિલ્ટરિંગ પ્રોસેસ વિનાના કોલસા પ્લાન્ટ માટેના ફંડિંગ રોકવા બાબતે પણ તમામ દેશોની સહમતી મળી છે. 1.5 ડિગ્રીના લક્ષ્યાંક પ્રમાણે કામગીરી કરવામાં આવશે તો 2030 સુધીમાં વૈશ્વિક ઉત્સર્જન 50 ટકાએ પહોંચી જશે અને 2050 સુધીમાં નાબૂદ થઇ જશે.