પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવાનો ફ્રાંસનો નિર્ણય અવિચારી અને શરમજનક છે
- દક્ષિણ પૂર્વ મેડીટરેનિયનમાંથી ઝંઝાવાત જાગે તેમ છે
- ઇઝરાયેલ, અમેરિકા અને યુરોપીય દેશોએ મેક્રોના આ નિર્ણયની ઉગ્ર ટીકા કરતા કહ્યું : આ તો, ત્રાસવાદને શિરપાવ આપવા સમાન છે
વૉશિંગ્ટન : સંયુક્ત રાષ્ટ્રોની સપ્ટેમ્બરમાં મળનારી મહાસભામાં પેલેસ્ટાઇનને વિધિવત આંતરરાષ્ટ્ર તરીકે સ્વીકારવામાં આવે તેવા ફ્રાંસના પ્રમુખ મેક્રોંના પ્રસ્તાવની ઇઝરાયલ અને અમેરિકાએ ઉગ્ર ટીકા કરી હતી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ મેક્રોનાં આ મંતવ્યને ૭ ઓક્ટો. ૨૦૦૩ના દિને થયેલા આતંકી હુમલાનો ભોગ બનેલાઓનાં મુખ પર તમાચો મારવા સમાન ગણાવ્યું હતું.જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્વતંત્ર પેલેસ્ટાઇની રાજ્યની સ્વીકૃતિને ત્રાસવાદને અપાયેલા શિરપાવ સમાન જણાવ્યું હતું સાથે કહ્યું હતું કે તેથી તો ઇઝરાયલનાં અસ્તિત્વ ઉપર જ ખતરો ઉભો થઇ જશે.
આ અંગે વિશ્લેષણકારો સ્પષ્ટ જણાવે છે કે યહૂદીઓ તો તે વિસ્તારમાં તેમજ વર્તમાન ઇઝરાયલ પ્રદેસમાં ઇ.સ. પૂર્વે ૨૦૦૦થી વસ્યા છે. આરબો (પેલેસ્ટાઇનીઓ) તો ત્યાં ઇ.સ. ૬૨૨ પછી આવ્યા. મૂળ વાત તો તે છે કે તે આરબોએ યહૂદીઓ ઉપર જે જુલ્મો ગુજાર્યા તેથી યહૂદીઓ દુનિયાના વિશેષત: યુરોપના દેશોમાં જઇ વસ્યા હતા. જો કે ત્યાં પણ તેઓ ઉપર અનેક વિધ પ્રતિબંધો હતા છતાં તેમને જીવતા તો રહેવા દીધા હતા. પણ આરબો તો તેમનાં જાન માટે જોખમરૂપ હતા. એક માત્ર હીટલરનો સમય તેઓ ભય પર ગયો. તે પૂર્વે રશિયાના બોલ્શેવિક ક્રાંતિ થઇ ત્યારે (૧૯૧૭) લેનિને તેઓને રશિયન જેટલા જ સમાન અધિકારો આપ્યા. યુક્રેનને પણ વેનિનેજ મુક્ત કર્યું તેના વર્તમાન પ્રમુખ ઝેલેન્સ્કી મૂળ તો યહૂદી જ છે.
આમ દુનિયાભરમાં દુ:ખી થયેલા યહૂદીઓને પ્રથમ વિશ્વયુદ્ધમાં તૂર્કીની પ્રચંડ હાર થઇ તે પછી બ્રિટને તેમને તેમની મૂળભૂમિમાં પાછા સ્થિર કર્યા. ત્યારે ત્યાં આરબો (પેલેસ્ટાઈનીઓ) તો હતા જ. સંઘર્ષ ત્યારનો ચાલે છે પરંતુ બ્રિટિશ શાસનને લીધે દબાયેલા રહ્યા હતા. હવે પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારાય તો ભડકો જ થાય તે નિશ્ચિત છે માટે પેલેસ્ટાઇનનો વિરોધ થાય છે.