VIDEO : જેરૂસલેમમાં આતંકવાદી હુમલો થતાં 5 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત, 2 હુમલાખોર ઠાર મરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Terrorist attack in Jerusalem : જેરુસલેમમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં પાંચ લોકોના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને ઈઝરાયલ મેડિકલ સર્વિસના મેગન ડેવિડ એડમે કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં છની હાલત ગંભીર છે. ફાયરિંગની ઘટના થયા બાદ આતંકવાદીઓને સ્થલ પર જ ઠાર કરી દેવાયા છે.
આતંકીઓનું બસ સ્ટોપ પર ફાયરિંગ, નાસભાગ મચી
સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, બે પેલેસ્ટાઈની આતંકવાદીઓએ જેરુસલેમના રામોટ જંક્શન પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આતંકીઓ રામલલ્લા વિસ્તારના ગામમાંથી આવ્યા હતા. ઈઝરાયલીસુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, બંને આતંકીઓની ઓળખ કરવામાં આવી છે. સીસીટીવી ફુટેજમાં આતંકીઓ આડેધડ ફાયરિંગ કરતા અને બસ સ્ટોપ પર બે ડઝથી વધુ લોકો નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે. અનેક ઈજાગ્રસ્તોને ગોળી વાગતા તેઓ રસ્તા પર જ પડતા જોવા મળી રહ્યા છે.
હમાસે હુમલાનું સમર્થન કર્યું
હમાસે હુમલાની સમર્થન કર્યું છે. જોકે તેણે હુમલાની જવાબદારી લીધી નથી. તેનું કહેવું છે કે, હમાસે હુમલાને સ્વાભાવિક ગણાવ્યો છે અને તેમના વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનનો એક ભાગ હોઈ શકે છે. ગાઝા યુદ્ધના કારણે ઈઝરાયલ-વેસ્ટ બેંક વચ્ચે ભારે હિંસા ચાલી રહી છે. આ દરમિયાન આશ્રય સ્થળો પર રહેતા અને પેલેસ્ટાઈની લોકો વિરુદ્ધ હિંસા વધી છે. યુએનના ડેટા મુજબ, યુદ્ધની શરૂઆતથી જુલાઈ-2025 સુધીમાં પેલેસ્ટાઈનીઓના હાથે ઈઝરાયલ અથવા વેસ્ટ બેંકમાં 49 ઈઝરાયલના મોત થયા છે.
આ પણ વાંચો : નેપાળમાં Gen-Z આંદોલનમાં હિંસા: 20ના મોત, 100 ઈજાગ્રસ્ત; PMના રાજીનામાંની માંગણી









