ચાર લાખથી વધુ અફઘાન નાગિરકો પાક.માંથી ઘરે પરત ફર્યા
શરણાર્થી તરીકે રજિસ્ટર્ડ ૧૪ લાખ અફઘાન નાગરિકોને કોઇ ચિંતા કરવાની જરૃર નથી ઃ પાક
૩૧ ઓક્ટોબર સુધી દેશ છોડી દેવા પાકિસ્તાનની ચેતવણી
Updated: Nov 21st, 2023
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૦
પાકિસ્તાનમાં રહેતા ગેરકાયદે વિદેશીઓ સામે ચાલી રહેલી
કાર્યવાહીને પગલે ચાર લાખથી વધુ અફઘાનિસ્તાન નાગરિકોપાકિસ્તાનથી પોતાના ઘરે પરત
ફર્યા છે તેમ પાકિસ્તાની સત્તાવાળાઓેએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તાલિબાનના નેતૃત્ત્વવાળી સરકારના મુખ્ય પ્રવક્તા ઝેબીહુલ્લાહ
મુજાહિદે પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે મોટા ભાગના અફઘાન
નાગરિકો તોરખામ અને સ્પીન બોલદાક ક્રોસ કરીને ઘરે પરત ફર્યા છે.
જ્યારે પાકિસ્તાની સત્તાવાળાઓએ ગેરકાયદે વસતા વિદેશીઓ સામે
કાર્યવાહી કરવાની જાહેરાત કરી ત્યારે એક અંદાજ મુજબ પાકિસ્તાનમાં ૧૭ લાખ અફઘાની
નાગરિકો રહેતા હતાં.
પાકિસ્તાની સત્તાવાળાઓએ દેશમાં વસતા ગેરકાયદે વિદેશીઓને ૩૧
ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાન છોડી દેવા જણાવ્યું છ. સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે ૩૧
ઓક્ટોબર પછી ગેરકાયદે વસતા વિદેશીઓની ધરપકડ કરવામાં આવશે.
જો કો પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું છે કે ૧૪ લાખ અફઘાની
નાગરિકો શરર્ણાથી તરીકે રજિસ્ટર્ડ થયેલા છે અને તેમને કોઇ ચિંતા કરવાની જરૃર નથી.
ફક્ત એવા જ અફઘાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જેમની પાસે કાયદેસરના દસ્તાવેજ
નથી.