યુક્રેન સંસદના પૂર્વ અધ્યક્ષ આંદ્રે પારૂબિની લવીવી શહેરમાં ગોળી મારી હત્યા

- હત્યા પાછળ કારણ મળ્યું નથી કે હત્યારો પણ પકડાયો નથી : ઝેલેન્સ્કીએ હત્યારો શોધી કાઢવા હુક્મ કર્યો : કુટુમ્બીજનોને આશ્વસ કર્યા
કીવ : યુક્રેન સંસદના પૂર્વ અધ્યક્ષ આંદ્રી પારૂબિની લવીવી શહેરમાં ધોળા દિવસે ગોળી મારી હત્યા કરાઈ છે. આજે (શનિવારે) બનેલી આ હત્યા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી કે હજી સુધી હત્યારો પણ પકડાયો નથી.
યુક્રેનના આંતરિક બાબતોના મંત્રી ઇહોર ક્લીમેન્કો અને પ્રોસિક્યુટર જનરલ રૂસ્વાન ક્રાવ એન્કોથે મને આ માહિતી આપી હતી. તેમ કહેતાં પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આંદ્રે પારૂબિયનની હત્યાથી મને ઘણો ખેદ થયો છે. તેઓનાં કુટુમ્બીજનો અને મિત્રોને મારૃં આશ્વાસન.
તેઓએ વધુમાં કહ્યું હતું કે હત્યારાને શોધી કાઢવા તમામ સલામતી સંસ્થાઓને કામે લગાડાઈ છે. પારૂબીયન યુક્રેનમાં એક જાણીતી વ્યક્તિ હતા. એક સમજદાર પીઢ રાજકારણી પણ હતા. તેઓ ૨૦૧૦ના દાયકામાં યુક્રેનની સંસદના અધ્યક્ષ પદે પણ હતા. તેઓ તેમની તટસ્થતા માટે આદરણીય બની રહ્યા હતા. સાંસદો પણ તેઓને બહુમાન્ય માનતા હતા.








