Get The App

સીરિયા છોડી વિમાનમાં ભાગેલા પૂર્વ પ્રમુખ બશર અલ-અસદ લાપતા

Updated: Dec 8th, 2024

GS TEAM

Google News
Google News
સીરિયા છોડી વિમાનમાં ભાગેલા પૂર્વ પ્રમુખ બશર અલ-અસદ લાપતા 1 - image

અસદના વિમાનનો અકસ્માત થયો કે તોડી પડાયું

દમાસ્કસ: સીરિયામાં બળવાખોરોએ સત્તા હસ્તગત કર્યા પછી પૂર્વ પ્રમુખ બશર અલ-અસદ લાપતા થઈ ગયા છે. તેઓ ક્યાં છે તેની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ બળવાખોરો રાજધાની દમાસ્કસમાં પ્રવેશ્યા પછી પ્રમુખ અસદ પરિવાર સાથે વિમાનમાં બેસી ભાગી ગયા હતા. આ સમયે વિમાન તૂટી પડયું અથવા બળવાખોરોએ તેને તોડી પાડયું છે. જોકે, સૂત્રો મુજબ દમાસ્કસના એરપોર્ટ પરથી રવાના થયેલું વિમાન દરિયા કિનારાના ક્ષેત્ર તરફ જતું હતું. જોકે, ઉડ્ડયન સમયે વિમાને અચાનક દિશા બદલી અને વિરુદ્ધ દિશામાં આગળ વધ્યું હતું. જોકે, થોડીક જ મિનિટમાં વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું. વિમાનનું છેલ્લુ લોકેશન બળવાખોરોના કબજાવાળા હોમ્સ શહેર પાસે હતું. ફ્લાઈટ ડેટા મુજબ રડાર પરથી ગાયબ થતા પહેલા વિમાનની ઊંચાઈ અચાનક ૩,૬૫૦ મીટરથી ઘટીને ૧,૦૭૦ મીટર થઈ ગઈ હતી. આ વિમાનનું શું થયું, તેમાં કેટલા લોકો અને કોણ-કોણ સવાર હતા તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. બીજીબાજુ કેટલાક અહેવાલો મુજબ બશર અલ-અસદનું વિમાન રશિયાના નિયંત્રણ હેઠળના લટકિયા એરબેઝ તરફ જઈ રહ્યું હતું. ત્યાંથી અસદ રશિયા ભાગી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે.