Get The App

ડ્રગ તસ્કરી કેસમાં હોન્ડુરાસના પૂર્વ પ્રમુખને ટ્રમ્પે માફી આપતાં જેલમાંથી મુક્ત થયો

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ડ્રગ તસ્કરી કેસમાં હોન્ડુરાસના પૂર્વ પ્રમુખને ટ્રમ્પે માફી આપતાં જેલમાંથી મુક્ત થયો 1 - image

- ડ્રગ તસ્કરી લામલામાં જુઆન ઓર્લેન્ડો હર્નાંડેઝને ન્યૂયોર્ક કોર્ટે દોષિત ઠરાવતાં, તેને ૪૫ વર્ષની સજા તથા ૮૦ લાખ ડોલરનો દંડ કર્યો હતો

ન્યૂયોર્ક : હોન્ડુરાસના પૂર્વ પ્રમુખ જુઆન ઓરલેન્ડો ડર્નાન્ડેઝમે અમેરિકી કોર્ટે ડ્રગ તસ્કરી કેસમાં દોષિત ઠરાવી ૪૫ વર્ષની જેલ અને ૮૦ લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. પરંતુ પ્રમુખ ટ્રમ્પે તેઓને માફી આપતાં તેને જેલમાંથી મુકત કરાયા હતા.

વાસ્તવમાં ગતવર્ષથી ન્યૂયોર્કની ફેડરેલ જેલમાં માદક પદાર્થોની ચોરી અને ફાયર આર્મ્સ કેસમાં સજા ભોગવી રહ્યા હતા. પરંતુ ટ્રમ્પે માફી આપતાં તેને મુકત કરાયો છે.

આ માહિતી આપતાં રૉઇટર્સ જણાવે છે કે ન્યૂયોર્ક કોર્ટે આપેલ આ સજા ટ્રમ્પે હોન્ડુરાસમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા માફી આપી, રદ્દ કરી હતી. પરંતુ ટ્રમ્પના આ પગલાનો ડેમોક્રેટસ સખત વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેથી અમેરિકાની વિશ્વસનીયતા નબળી પડશે અને ભ્રષ્ટ લોકોને પીઠબળ મળશે.

આ સાથે ટ્રમ્પની વ્યકિતગત ટીકા પણ થઈ રહી છે.

વ્હાઈટ હાઉસમાં પત્રકારોને તેમણે કહ્યું હતું કે મેં હોન્ડુરાસના લોકોની અપીલના સંદર્ભે આ પગલું લીધુ છે. જે મને તો ઘણું જ યોગ્ય લાગે છે. વાસ્તવમાં કોઈ સાબિતી વીના જ તેઓ બાયડેન વહીવટી તંત્રના શિકાર બન્યા હતા. અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ ડેમોક્રેટસે ટ્રમ્પની ઉગ્ર ટીકા કરતાં જણાવ્યું હતું કે તેઓ સદંતર ખોટું બોલી રહ્યા છે. તેઓ એક તરફથી અમેરિકાને અત્યંત નુકસાન પહોંચાડતાં ડ્રગ્સનો ખાત્મો કરવાના શપથ લે છે તો બીજી તરફ ડ્રગ તસ્કરીમાં વ્યસ્ત લોકોને માફી આપે છે.