Get The App

કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ 1 - image
Image source: IANS 

Justin Trudeau dinner with Katy Perry: કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તે ગઈકાલે રાત્રે એક રેસ્ટોરન્ટમાં અમેરિકન સિંગર કેટી પેરી સાથે ડિનર કરતા નજરે ચઢતાં બંને વચ્ચે ડેટિંગની અટકળો વહેતી થઇ હતી. આ રેસ્ટોરન્ટમાં હાજર લોકોનું કહેવું છે કે બંને એકબીજા જોડે ખૂબ જ પ્રેમથી વાત કરતા દેખાયા હતા. 

કડક સુરક્ષા વચ્ચે રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા
આ ડિનર એક પ્રાઈવેટ ડેટ જેવું લાગતું હતું, પરંતુ તે બંને એકલા નહોતા. તેમની સાથે ઘણા સુરક્ષા ગાર્ડ પણ હતા. કેટી અને ટ્રુુુડો  જે રેસ્ટોરેન્ટમાં ડિનર કરી રહ્યા હતા. તે રેસ્ટોરન્ટની બહાર સુરક્ષાગાર્ડ ની ટીમ હાજર હતી. ડિનર કર્યા બાદ બંને રેસ્ટોરેન્ટના એક કિચનમાં પણ ગયા અને શ્રેષ્ઠ વાનગી માટે સ્ટાફનો આભાર પણ માન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કેટી પેરી તેના નવા આલ્બમ લઇને કેનેડામાં છે. તે ઓટાવામાં જલદી પરફોર્મ કરવાની છે. ત્યારે જાન્યુઆરી 2025માં વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ જસ્ટિન ટુડોની કોઈ ખાસ ચર્ચા થઈ નહોતી. જસ્ટિન ટ્રુડોએ વર્ષ 2023માં તેની પત્ની સોફી સાથે છુટાછેડા લીધા હતા. કેટી પેરીએ પણ આ વર્ષની શરૂઆતમાં એક્ટર ઓરલેન્ડો બ્લૂમ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. બંનેની એક દિકરી પણ છે.  

Tags :