બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને 6 મહિનાની સજા, ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલનો ચુકાદો, જાણો સમગ્ર મામલો
Image: IANS |
Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને કોર્ટની અવમાનના સાથે જોડાયેલા કેસમાં 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ નિર્ણય જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુજા મોજુમદારની અધ્યક્ષતાવાળી ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ-1ની ત્રણ સભ્યોવાળી ખંડપીઠે સંભળાવ્યો છે.
બે મહિનાની કેદ
શેખ હસીનાની સિવાય ટ્રિબ્યુનલે ગૈબાંધાના ગોવિંદગંજના શકીલ અકંદ બુલબુલને પણ આ કેસ હેઠળ બે મહિનાની કેદની સજા સંભળાવી છે. બુલબુલ ઢાકાની એક રાજકીય હસ્તી છે અને તે આવામી લીગની વિદ્યાર્થી શાખા બાંગ્લાદેશ છાત્ર લીગ સાથે જોડાયેલી હતી.
આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના ટળી: 10 મિનિટમાં 26 હજાર ફૂટ નીચે આવ્યું વિમાન, મુસાફરોએ જણાવી આપવીતી
શું હતો આ કેસ?
શેખ હસીના સામે અવમાનનાનો કેસ ગત વર્ષે ઓક્ટોબરમાં કથિત રૂપે શકીલ અકંદ બુલબુલ સાથે તેમના દ્વારા લીક કરવામાં આવેલા ફોન કૉલ સાથે જોડાયેલો હતો. આ ઓડિયોમાં હસીનાના રૂપે ઓળખાતી એક વ્યક્તિનો અવાજ આવે છે. ઓડિયોમાં કથિત રીતે હસીના કહે છે કે, 'મારી સામે 227 કેસ દાખલ છે, તેથી મને 227 લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે.'
મળતી માહિતી મુજબ, અરજદારે તર્ક આપ્યો કે, આ નિવેદન કોર્ટનની અવમાનનાની સમાન છે. કારણ કે, તેમણે ન્યાયિક પ્રક્રિયામાં જોખમ ઊભું કર્યું અને દેશમાં મોટાપાયે વિદ્રોહ સંબંધિત ચાલી રહેલા કેસમાં સામેલ લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ અમેરિકામાં હિન્દુ મંદિર વિરુદ્ધ 'હેટ ક્રાઈમ', ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
નોંધનીય છે કે, આ પહેલીવાર છે કે, એક વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયેલા શેખ હસીના પર ચાલી રહેલા કેસમાંથી કોઈમાં સજા સંભળાવવામાં આવી હોય. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અને આવામી લીગ સરકારના પડ્યા બાદ શેખ હસીના ઓગસ્ટ 2024માં ભારત આવ્યા હતા અને ત્યારથી તેઓ દિલ્હીમાં રહે છે.