Get The App

ટ્રમ્પની નવી નીતિએ વિદેશીઓનું ટેન્શન વધાર્યું, એરપોર્ટ પર ઉતરતાં જ ફોન-લેપટોપનું ચેકિંગ

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પની નવી નીતિએ વિદેશીઓનું ટેન્શન વધાર્યું, એરપોર્ટ પર ઉતરતાં જ ફોન-લેપટોપનું ચેકિંગ 1 - image


USA News : અમેરિકા જનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સલાહ આપવામાં આવી રહી છે કે તે પોતાના ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી વ્યક્તિગત તસ્વીરો અને અંગત જાણકારીઓ હટાવી દે. અમેરિકન મીડિયા મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નવી ઉન્નત તપાસ નીતિ મુજબ અમેરિકાની સરહદ પર કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી) અધિકારીઓને પ્રવાસીઓના ઉપકરણોની તલસ્પર્શી તપાસનો અધિકાર છે. 

ટ્રમ્પ તંત્રની આ નીતિના લીધે ઘણી વખત પ્રવાસીઓએ ડિજિટલ સામગ્રી જેવી કે રાજકીય વિચાર કે ખાનગી તસ્વીરોના આધારે ધરપકડ કે હકાલપટ્ટીનો સામનો કરવો પડી શકે છે. આ નીતિઓને કાર્યકારી આદેશો દ્વારા અમલી બનાવાઈ છે. તેના હેઠળ અધિકારી વોરંટ વગર ફોન, લેપટોપ અને સોશિયલ મીડિયા ખાતાની તપાસ કરી શકે છે. 

આ વર્ષે માર્ચમાં ફ્રાન્સના વૈજ્ઞાાનિકને અમેરિકામાં પ્રવેશતા રોકવામાં આવ્યો હતો, કેમકે તેના ફોનમાં ટ્રમ્પના વહીવટીતંત્રની ટીકા કરતાં સંદેશા મળ્યા હતા.સીબીપીના અધિકારીઓને સરહદ પારથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવાનો કાયદાકીય અધિકાર છે. તેમા ફોન, લેપટોપ અને ટેબ્લેટ સામેલ છે. અધિકારી પ્રવાસીના ટેક્સ્ટ મેસેજ, સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ, તસ્વીરો, ઇ-મેઇલ અને બ્રાઉઝર હિસ્ટરી ચકાસી શકે છે. 

ધ ગાર્જિયનની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં મિશિગન યુનિવર્સિટીના એક પેલેસ્ટાઇમ સમર્થક પ્રદર્શનકારીનું પ્રતિનિધિત્વ કરતાં લેબનોની અમેરિકન વકીલ અમીર મકલીદને ડેટ્રોઇટ મેટ્રોના એરપોર્ટ પર રોકવામાં આવ્યો. આચંતલાજ વિરોધી સ્કવોડના એજન્ટે તેની પૂછપરછ કરી અને ફોનની તપાસ કરી. એજન્ટોને તેની ઓળખની પહેલેથી જ ખબર હતી અને તેને તેના સંપર્કો અંગે સવાલ કરવામાં આવ્યા. જો કે પછી તેને ઘરે જવાની છૂટ આપવામાં આવી.

Tags :