For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે ભીષણ અથડામણ, બોર્ડર પર 24 કલાકથી ફાયરિંગ

Updated: Mar 10th, 2024

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે ભીષણ અથડામણ, બોર્ડર પર 24 કલાકથી ફાયરિંગ

Image Source: Twitter

પાકિસ્તાનને પોતાના કોઈ પાડોશી દેશ સાથે બનતુ નથી.હવે અફઘાનિસ્તાન પણ બાકાત રહ્યુ નથી. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો સાથે પાકિસ્તાનના સબંધો એ હદે કથળ્યા છે કે, બંને પક્ષો હથિયારો ઉઠાવીને એક બીજાને જવાબ આપી રહ્યા છે.

પાકિસ્તાન સેના અને તાલિબાનના લડાકુઓ વચ્ચે છેલ્લા 24 કલાકથી બોર્ડર પર ભીષણ ફાયરિંગ થઈ રહ્યુ છે અને તેમાં બંને પક્ષે ખુવારી થઈ હોવાની પણ આશંકા છે.પાકિસ્તાની સેનાએ પણ ફાયરિંગના અહેવાલને સમર્થન આપ્યુ છે પણ તેમાં કેટલા મોત થયા છે તે અંગે કોઈ જાણકારી આપી નથી.

પાકિસ્તાન દ્વારા બોર્ડર પર બનાવવામાં આવી રહેલી ફેન્સિંગ અને બીજા પ્રોજેકટના કારણે તાલિબાનના શાસકો બરાબરના રોષે ભરાયા છે.જેના પગલે બોર્ડર પર ફાયરિંગ શરુ થયુ છે.

અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ખૈબર પખ્તૂન્ખા બોર્ડર પર ફાયરિંગ થઈ રહ્યુ છે અને બંને પક્ષે જાનહાની થઈ હોવાની શક્યતા છે.હાલમાં બંને દેશના અધિકારીઓ એક બીજા સાથે વાટાઘાટો તો કરી રહ્યા છે પણ બોર્ડર પર ટેન્શન યથાવત છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર ડુરાન્ડ લાઈન તરીકે ઓળખાય છે પણ તાલિબાનના શાસકો પહેલા જ દિવસથી આ બોર્ડરને માનવા તૈયાર નથી અને તાલબાનનુ કહેવુ છે કે, આ કાલ્પનિક સરહદ છે.જેના કારણે અફઘાનિસ્તાનના ઘણા પરિવારો સરહદની બંને તરફ વહેંચાઈ ગયા છે.તાલિબાન દ્વારા પાકિસ્તાનના ઘણા વિસ્તારો પર દાવો કરવામાં આવી રહ્યો છે.જેના કારણે 2021 બાદ ઘણી વખત બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થઈ ચુકયુ છે.

પાકિસ્તાનનો આરોપ છે કે, અફઘાનિસ્તાનમાં શરણ લેનારા આતંકીઓ ખુલ્લી સરહદનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનમાં ઘૂસીને હુમલા કરે છે અને ભાગી જાય છે.જેના કારણે બોર્ડર પર ફેન્સિંગ જરુરી બની ગઈ છે.

Gujarat