World

અલ કાયદા અને ISIS સંલગ્ન આતંકીઓ દ્વારા માલીમાં પાંચ ભારતીયોનું કરાયેલું અપહરણ

By GS TEAM
8 Nov 20252 mins read
અલ કાયદા અને ISIS સંલગ્ન આતંકીઓ દ્વારા માલીમાં પાંચ ભારતીયોનું કરાયેલું અપહરણ

પશ્ચિમ સહરા વિસ્તારમાં વિવિધ જૂથો વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા જ કરે છે ત્યાં કામ કરતા તમામ વિદેશીઓ ઉપર સતત જોખમ તોળાયેલું જ રહે છે

બામાકો : પશ્ચિમ સહરાનાં આ માલી રાષ્ટ્રમાં વિવિધ આતંકી જૂથો અને સેના વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. તેવામાં ત્યાં ઈલેક્ટ્રિક લાઇન માટે કામ કરતા વિદેશી કામદારો અને ઈજનેરો તથા અધિકારીઓ ઉપર સતત જોખમ તોળાઈ રહેલું છે તે સ્થિતિમાં પણ ધગધગતા સૂર્ય તાપમાં કામ કરતા ભારતીયો પૈકી પાંચના ગુરૂવારે આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ કામદારો અહીંના ઈલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટમાં કામ કરતા હતા.

આ પ્રોજેક્ટ હાથ ધરનાર કંપનીના અધિકારીએ પણ અપહરણ થયા હોવાને પુષ્ટિ આપી હતી.

આ ઘટના પછી અન્ય ભારતીયોને દેશના પાટનગર બામાકોમાં લઈ જવામાં આવ્યા હતા.

માલી ઉપર અત્યારે મિલિટરી જુન્ટાનું શાસન છે તે દેશમાં વધી રહેલા ત્રાસવાદનો સામનો કરી રહ્યા છે. આ આતંકી જૂથો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા સાથે જોડાયેલા છે. આ જૂથો પૈકી લગભગ તમામ આઈએસ સામે (બિનકૃત) રાજનાં સપના જુવે છે.

આ જૂથો અલ-કાયદાના પેટા જૂથો કે ઈસીસ સાથે જોડાયેલાં છે. તેઓનું એક-છત્રી જૂથ પણ છે જે જે.એન.આઈ.એમ ના નામથી ઓળખાય છે. આ જૂથે દેશનાં ઈંધણના એકમો ઉપર પણ કબ્જો જમાવી દેશમાં ઇંધણની કટોકટી વધુ ઘેરી બનાવી છે.

કહેવાય છે કે માલીમાં જ સ્થપાયેલી એરકન્ડીશન્ડ લેબોરેટરીઝમાં પ્રયોગ કરી રહેલા વિજ્ઞાાનીઓએ જ ભૂલથી એઇડઝનાં વિષાણુઓ બનાવ્યાં છે કે શોધી કાઢ્યા છે.

દુનિયાના અત્યંત ગરીબ દેશો પૈકીનું માલી તેલના ભંડાર ધરાવે છે પરંતુ ટેકનોલોજીના અભાવે આ દેશ ગરીબ જ રહ્યો છે. અહીં ઈરાની અને યુએઈના માણસોનાં પણ અપહરણ થાય છે.