ન્યૂયોર્ક,૧૧ ફેબુ્આરી,૨૦૨૬,બુધવાર
દુનિયાભરના ખગોળ વૈજ્ઞાનિક અને અંતરિક્ષ સંશોધન પ્રેમીઓ ૨૦૨૬ના વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની રાહ જોઇ રહયા છે. ખાસ કરીને ગ્રહણ દરમિયાન દેખાતા રિંગ ઓફ ફાયરનું વિશેષ આકર્ષણ હોય છે. આ ખગોળીય ઘટનામાં સૂર્ય પ્રકાશ ધુંધળો દેખાય છે. વિશ્વના કેટલાક ભાગોના આકાશમાં આગની જવાળા જેવી રિંગ દેખાય છે જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. જયાંરે ચંદ્ર પૃથ્વીથી પોતાનાથી દૂરના બિંદુ કે તેની આસપાસ હોય ત્યારે આ પરિસ્થિતિ ઉભી થાય છે. વર્ષ ૨૦૨૬નું પ્રથમ સૂર્યગ્રહણ ૧૭ ફેબુ્આરીએ થવાનું છે. એ સમયે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે. આની અસરથી સૂર્યનો એક મોટો ભાગ ઢંકાઇ જશે. આ એક ખંડગ્રાસ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે.
ચંદ્ર પૃથ્વીથી દુર બિંદુ પર હોવાથી સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી શકતો નથી આથી સૂર્યની ડિસ્કનો બહારનો હિસ્સો સળગતો દેખાય છે. નાસાના અહેવાલ અનુસાર રિંગ ઓફ ફાયરનો સમય ૭.૧૨ વાગ્યાનો (અમેરિકી સમય અનુસાર) છે. ૧ મિનિટ ૫૨ સેકન્ડ સુધી ચાલશે. ત્યાર પછી ચંદ્રનો પડછાયો સોલાર ડિસ્કથી ધીમે ધીમે દૂર થતો જશે. રિંગ ઓફ ફાયર ઇફેકટનો રુટ એન્ટાર્કટિકાના ભાગમાંથી પસાર થશે. આનો નજારો બરફની મહાદ્વીપ પર રહેવાવાળા લાખો પેંગુઇનને અસર કરી શકે છે. આ ઉપરાંત દક્ષિણી અમેરિકાના દક્ષિણી છેડા અને દક્ષિણ આફ્રિકા સાથે પ્રશાંત એટલાન્ટિક અને હિંદ મહાસાગરના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે.

ભારતમાં આ શાનદાર ઘટનાનો નજારો જોઇ શકાશે નહી.ધાર્મિક દ્વષ્ટીએ જોઇએ તો સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. એન્ટાર્કિટામાં પણ માનવ વસ્તી નહી હોવાથી રિસર્ચ સ્ટેશનના વૈજ્ઞાાનિકો જ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના સાક્ષી બનશે. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવે ત્યારે થાય છે. આકાશમાં આ અનોખી ઘટના જિયોમેટ્રીની લીધે થાય છે. પૃથ્વીનો ચંદ્ર આકારમાં સૂર્ય કરતા ૪૦૦ ગણો નાનો છે. આ કોસ્મિક સંયોગના લીધે બંને પિંડ આકાશમાં એક જ સાઇઝના દેખાય છે. ચંદ્રમાં સૂર્યની સામે આવે ત્યારે સૂર્યની ડિસ્કને ઢાંકી દે છે આ ઘટના જ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.


