Get The App

મેક્સિકોમાં ગોળીબાર – મેયર સહિત 18 લોકોની હત્યા કરવામાં આવી

Updated: Oct 6th, 2022

GS TEAM

Google News
Google News
મેક્સિકોમાં ગોળીબાર – મેયર સહિત 18 લોકોની હત્યા કરવામાં આવી 1 - image

- પૂર્વ પોલીસ અધિકારી દ્વારા જ નરસંહાર આચરવામાં આવતા ચકચાર 

- હુમલાખોરે નરસંહાર કર્યા બાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી 

અમેરીકાના પાડોશી દેશ મેક્સિકોમાં ફરી એક વખત માસ ફાયરિંગની ઘટના બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હથિયારધારીઓ દ્વારા મેક્સિકોસિટી ખાતે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે મેક્સિકો સિટીના મેયર સહિત 18 લોકોની હત્યા કરી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલા હુમલાખોરો દ્વારા સાઉથવેસ્ટ મેક્સિકોના સેન મિગુએલ તોતોલાપનમાં સિટી હોલ પાસે એક મકાન ઉપર ભારે ગોળીબાર કરાવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં 18 લોકોનાં મોત થયા હતા અને ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાની કેટલીક તસવીરો પણ ફરતી થઈ હતી જેમાં સિટી હોલની દીવાલો ઉપર અસંખ્યા ગોળીઓના નિશાન જોઈ શકાતા હતા અને બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.

સોશિયલ મીડિયામાં તસવીરો, વીડિયો વાઈરલ

સૂત્રોના મતે સ્થાનિકો દ્વારા સિટી હોલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર ફરતા કરવામાં આવ્યા હતા. આ ભયાનક સંહારના દ્રશ્યોથી લોકોમાં ભય ફેલાયો છે. એક જગ્યાએ દસ લોકોનાં મૃતદેહ એકસાથે પડેલા હતા. મૃતકોની સંખ્યા વિશે હજી મતમતાંતર ચાલી રહ્યા હોવાના પણ અહેવાલ ચે. બીજી તરફ રાજ્યના એટર્ની જનરલની કચેરી દ્વારા 18 લોકોનાં મોતની પુષ્ટી કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોમાં મેયર કોનરાડો મેંડોઝા તેમના પિતા અને પૂર્વ મેયર જુઆન મેંડોઝા તથા શહેરના કેટલાક પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના મતે હુમલો કર્યા બાદ હુમલાખોરો ભાગી જવામાં સફળ રહ્યા હત. હાલમાં ચારેતરફ રસ્તા બ્લોક કરીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આયોજનબદ્ધ રીતે હુમલો કરાયો – પોલીસ

પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે, બંદુકધારીઓએ યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો હતો. તેમને જાણ હશે કે સિટી હોલમાં મેયર અને કેટલાક ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવી છે. આ બેઠકનો લાભ લઈને જ હુમલો કરાયો હતો. પોલીસે વળતો હુમલો કર્યો પણ હુમલાખોરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત બીજી તરફ ગુનેગારોના એક જૂથ લોસ ટકીલેરોસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર જ વીડિયો જારી કરીને હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ પુષ્ટી કરાઈ નથી. પોલીસ દ્વારા ગુનેગારો અને તેમના જૂથની શોધ આદરવામાં આવી છે. બીજી તરફ મેયર કોનરાડો મેંડોઝાના રાજકીય પક્ષ દ્વારા હુમલાની નિંદા કરવામાં આવી હતી અને ઝડપથી આરોપીઓને પકડીને સજા ફટકારવાની માગણી કરવામાં આવી હતી.