Get The App

ફરી એકવાર અમેરિકામાં ગોળીબાર, સ્કૂલમાં બની આ ઘટનામાં બે વિદ્યાર્થીના મોત

આયોવાના ડેસ મોઈન્સમાં આવેલી શાળામાં ગોળીબારના કારણે બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા અને એક શિક્ષક ઘાયલ

પોલીસે પૂછપરછ દરમિયાન ત્રણ સંકાસ્પદ લોકોની અટકાયત કરી

Updated: Jan 24th, 2023

GS TEAM


Google News
Google News
ફરી એકવાર અમેરિકામાં ગોળીબાર, સ્કૂલમાં બની આ ઘટનામાં બે વિદ્યાર્થીના મોત 1 - image

image: Twitter



અમેરિકામાં રવિવાર બાદ ફરી  ગઈકાલે ત્યાંની એક સ્કૂલમાં ગોળીબારનો વધુ એક કિસ્સો જોવા મળ્યો હતો. આયોવાના ડેસ મોઈન્સમાં આવેલી શાળામાં ગોળીબારના કારણે બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા અને એક શિક્ષકને ગંભીર ઈજા થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે. પોલીસને જાણ થતા તરત જ તેમણે પગલા લીધા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂછપરછ દરમિયાન  ત્રણ સંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.

મળતા અહેવાલો અનુસાર, આ ઘટના ગઈકાલે બપોરે ડેસ મોઇન્સ આયોવા ચાર્ટર સ્કૂલમાં બની હતી. ફાયરિંગમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને પહેલા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેઓએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યા. જોકે, હજુ આ કેસની તપાસ પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા ચાલી રહી છે. પોલીસે હજુ કોઈ આરોપીઓના નામ અંગે પુષ્ટિ કરી નથી.

Tags :