World

યુએસના એર ક્રાફટ કેરિયર ગેરાલ્ડ આર ,ફોર્ડમાં આગ, બે સૈનિકો દાઝી ગયા

By GS TEAM
12 Mar 20261 min read
યુએસના એર ક્રાફટ કેરિયર ગેરાલ્ડ આર ,ફોર્ડમાં આગ, બે સૈનિકો દાઝી ગયા

વોશિંગ્ટન,૧૨ માર્ચ,૨૦૨૬,ગુરુવાર 

ઇરાન સાથેના અમેરિકા તથા ઇઝરાયેલના યુધ્ધમાં સામેલ વિશ્વના સૌથી વિશાલ યુધ્ધપોત એર ક્રાફટ કેરિયર યુએસએ ગેરાલ્ડ આર ,ફોર્ડમાં આગ લાગવાની મોટી ઘટના બની છે. આ આગ ગેરાલ્ડા મુખ્ય લાઉન્ડી વિભાગમાં લાગી છે. લાલસાગરમાં ડેરાતંબુ તાણનારું એર ક્રાફટ અમેરિકાની આન બાન અને શાન ગણાય છે. આ જહાજનો ઉપયોગ અમેરિકી સેના ઇરાન પર હુમલા માટેના બેઝ તરીકે ઉપયોગ કરી રહી છે. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ગેરાલ્ડમાં લાગેલી આગને ઇરાન સાથેના યુધ્ધથી કોઇ જ સંબંધ નથી. 

ગેરાલ્ડની આગમાં બે અમેરિકી સૈનિકો દાઝ્યા છે જેમનો ઇલાજ ચાલી રહયો છે. નિષ્ણાતોનું માનવું છે કે યુએસનું આ શકિતશાળી જહાજ ઇરાનના ટાર્ગેટ પર રહયું છે. ઇરાન આ જહાજ પર એક પણ મિસાઇલ હુમલો કરવામાં સફળ રહેશે તો અમેરિકાની આબરુ ઘટાડશે. આથી ગેરાલ્ડને અત્યંત આધુનિક સુવિધા અને સુરક્ષાથી લેસ કરવામાં આવ્યું છે. આ જહાજમાં ૫૦૦૦ જેટલા અમેરિકી સૈનિકો અને કર્મચારીઓ સેવા આપી રહયા છે. ગેરાલ્ડની મદદથી ઇરાન પર હુમલા કરવા ઉપરાંત ગેરાલ્ડની સુરક્ષા પણ યુએસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જો કે ઇરાને ગેરાલ્ડમાં લાગેલી આગને હુમલા સાથે જોડવા અંગે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. ((ફાઇલ ચિત્ર)