Get The App

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમારમાં ફિન્લેન્ડ તેનાં દૂતાવાસો બંધ કરવાનું છે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમારમાં ફિન્લેન્ડ તેનાં દૂતાવાસો બંધ કરવાનું છે 1 - image

ફિન્લેન્ડ હવે તેની નવી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે : ટેક્ષાસનાં હાઉસ્ટનમાં તે ઉપદૂતાવાસ ખોલશે

હેલ સિન્કી (ફીન્લેન્ડ): પોતાના દૂતાવાસો અંગે ફીન્લેન્ડ હવે નવી નીતિ અપનાવી રહ્યું છે. તેણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મ્યાંમારમાં પોતાનાં દૂતાવાસો તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી બંધ કરવાનું છે. વાસ્તવમાં તે દૂતાવાસોએ અત્યારથી જ સમેટો કરવાની શરૂઆત કરી દીધી છે.

ફિન્લેન્ડનાં વિદેશમંત્રી એલિના વાલ્તોનેને જણાવ્યું હતું કે વ્યૂહાત્મક કારણોસર આ દૂતાવાસો બંધ કરવામાં આવશે, ઉપરાંત અમેરિકાનાં ટેક્ષાસ સ્થિત હાઉસ્ટનમાં એક ઉપદૂતાવાસ ખોલવામાં આવશે.

આ માહિતી આપતાં ફીન્લેન્ડનાં વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે કે વ્યૂહાત્મક કારણોસર ઉક્ત ત્રણે દેશોમાં દૂતાવાસો બંધ કરવા ઉપરાંત અમેરિકા સાથે સંબંધો મજબૂત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાન માટે વધુ એક માઠા સમાચાર તે છે કે યુનાઇટેડ આરબ અમીરાતે પાકિસ્તાનના નાગરિકોને વિસા આપવાનું બંધ કર્યું છે. યુ.એ.ઇ.ના એડીશનલ ઇન્સ્ટીટયૂટ સેક્રેટરી સલમાન ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે પહેલાં ઇસ્લામાબાદ આ પ્રતિબંધોમાંથી બચી શક્યું હતું પરંતુ હવે બચી નહીં શકે. સેનેટની હ્યુમન રાઈટ્સ કમિટીનાં ચેરપર્સન સામીના મુમતાઝ ઝેહરીએ પણ કહ્યું હતું કે તે દેશોમાં માનવ અધિકારોનાં થતાં હનન તેમજ ત્યાંથી ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને લક્ષ્યમાં રાખી અમે (યુએઇએ) આ નિર્ણય લીધો છે.