- ચાર ડેમોક્રેટિક રાજ્યોએ સીએટલમાં ટ્રમ્પના સીટીઝનશિપ ઓર્ડરને પડકારતાં સંવિધાનનો સુધારો 14નો ઉલ્લેખ કર્યો
સીએટલ : સીઆટલ સ્થિત ફેડરલ જજ જ્હોન કૉઘેનોરે વિદેશી દંપતિનું બાળક યુએસમાં જન્મે તો પણ તેને અમેરિકાનું નાગરિકત્વ ન મળે તેવા ટ્રમ્પ વહીવટી તંત્રના હુક્મને ડીસ્ટ્રિક્ટ જજે અમલી થતાં અટકાવ્યો છે. તે સાથે કહ્યુ કે આ હુક્મ ખુલ્લેઆમ સંવિધાન વિરોધી છે.
રીપબ્લિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના આ હુક્મને ચાર ડેમોક્રેટિક રાજ્યો વોશિંગ્ટન સ્ટેટ એરિઝોના ઇમિનોઇસ અને ઓરેગોને ટ્રમ્પના ઇમીગ્રેશન સંબંધી આ હુક્મ સામે સ્ટે માગ્યો હતો. આ અંગે જજે ટ્રમ્પના આ હુક્મના બચાવ પક્ષ જસ્ટિસ ડીપાર્ટમેન્ટ ના. વકીલને જજે સ્પષ્ટ કહ્યું હતું કે આ સંવિધાનના ખુલ્લા ભંગ સમાન છે. જ્યારે વોશિંગ્ટન સ્ટેટના એટર્ની જનરલે કહ્યું હતું કે આ હુક્મ પ્રમાણે આજે જન્મેલાં બાળકો અમેરિકાનાં નાગરિકો નહીં ગણાય.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના આ હુક્મ સામે સિવિલ રાઇટ્સ ગુ્રપ તેમજ જુદાં જુદાં ૨૨ ડેમોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલ્સે મળી પાંચ કેસો કર્યા છે.
વોશિંગ્ટન રાજ્યના આસીસ્ટન્ટ એટર્ની જનરલ લેન પોમે ઝોલાએ સીનીયર ડીસ્ટ્રિક્ટ જજ જ્હોન કૉધનોરે સમક્ષ રજૂઆત કરતાં કહ્યું હતં કે આપે ટ્રમ્પ વહીવટી તંત્રે પસાર કરેલા આ હુક્મના અમલ ઉપર થોડા સમય પૂરતો પણ પ્રતિબંધ મુકવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પદગ્રહણ કર્યા પછી ગેરકાયદે વસાહતીઓને જથ્થાબંધ રીતે દેશ બહાર કાઢવાનું શરૂ કરી જ દીધું છે. તે માટે એરફોર્સ તથા ખાનગી વિમાનો પણ ઉપયોગમાં લીધાં છે.
અમેરિકાનાં સંવિધાનની કલમ ૧૪ પ્રમાણે અમેરિકામાં જન્મેલું કોઈ પણ બાળક નૈસર્ગિક રીતે જ અમેરિકાનું નાગરિક બની જાય છે. આ કલમ અંગે વિશ્લેષણપૂર્વક રજૂઆત કરતાં ડેમોક્રેટિક સ્ટેટસ વતી જ્હોન પોલેઝાએ કહ્યું હતું કે અમેરિકામાં શરૂ થયેલી સિવિલ વૉર પછી (૧૮૬૧-૧૮૬૫ પછી) છેક ૧૮૬૮માં ૧૮૫૭માં અપાયેલા સુપ્રીમ કોર્ટના જ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો હતો. ૧૮૫૭માં જે કાનૂન અમલી હતો તે પ્રમાણે ગુલામ તેવાં કાળાં દંપતિનાં બાળકને સંવૈધાનિક રક્ષણ ન મળી શકે તેમ જજ. ડ્રેડ સ્કોટે ઠરાવ્યું હતું. આ સાથે ૧૮૬૮માં અપીલ થઇ હતી. અને ૧૮૫૭નો તે હુક્મ આખરે રદ્દ જાહેર થયો હતો. તે સાથે સંવિધાનનાં ૧૪મો સુધારો રજૂ કરાયો હતો.
આમ છતાં જસ્ટિસ ડીપાર્ટમેન્ટના વકીલે કહ્યું હતું કે તે ૧૪મો સુધારો, કહી સર્વગ્રાહી અને સર્વવ્યાપી માનવામાં આવ્યો જ ન હતો, તેથી દેશમાં જન્મેલાં દરેક બાળકને આપોઆપ નાગરિકત્વ મળતું નથી.
૧૮૯૮માં સુપ્રીમ કોર્ટ યુ.એસ. વિ. વોંગ કીમ આર્ક કેસમાં એવું ઠરાવાયું હતું કે અમેરિકાનાં કાયમી નાગરિકોનાં બાળકોને જ અમેરિકાનું નાગરિકત્વ મળી શકે. પરંતુ તે માત્ર અમેરિકા નાગરિકોને જ લાગુ પડતો હુક્મ હતો.
આ રજૂઆતમાં ફેડરલ ગવર્નમેન્ટના જસ્ટિસ ડીપાર્ટમેન્ટના વકીલે કહ્યું હતું કે તે ચાર રાજ્યોના વકીલે ઘણી ઘણી બાબતો લક્ષ્યમાં લીધી જ નથી.
અન્ય બાબતને પણ છેક પતિ-પત્ની બે માંથી એક પણ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે તો પણ તેમનાં બાળકને અમેરિકાનું નાગરિકત્વ મળી જાય. ઉપરાંત ૧૪મા સુધારા (અમેરિકામાં જન્મેલાં વિદેશીઓમાં બાળકને પણ અમેરિકાનં નાગરિકત્વ મળી જાય. આ સુધારાનો ગેરલાભ લઇ અનેક દંપતિ પૈકીની સગર્ભા મહીલાઓ અમેરિકામાં આવી બાળકને જન્મ આપે છે. તેથી તે બાળક અમેરિકાનું નાગરિક બની જાય. આ દંપતી તેમનો ૩ માસનો વીઝા પૂરો થતાં સ્વદેશ જાય. પાછી બાળક પુખ્ત થતાં (૧૮ વર્ષ) થતા યુ.એસ. પહોંચે ત્યાં કામધંધો શોધી બ્લડ રીલેશન ઉપર માતાપિતાને બોલાવે. આ બધી રમત બંધ કરવા ટ્રમ્પ સીટીઝનશિપ કાનૂનમાં સુધારો કર્યો હતો. જે પડકારવામાં આવ્યો છે.


