Get The App

વિયેતનામમાં પિતાએ પુત્રીને દહેજમાં આપી ૧૦૦ બિલાડીઓ, કિંમત ૬ કરોડ રુપિયા

પિતાએ આ પગલું પુત્રીને સાસરે પણ આત્મનિર્ભર જોવા માટે ભર્યુ હતું.

વિયેતનામની સિવેટ કેટ એક કોફી બિલાડીઓના મળમાંથી બને છે

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
વિયેતનામમાં પિતાએ પુત્રીને દહેજમાં આપી ૧૦૦ બિલાડીઓ, કિંમત ૬ કરોડ રુપિયા 1 - image


હાનોઇ,10 જૂન,2025,મંગળવાર 

લગ્ન થાય ત્યારે પિતાના પરિવાર તરફથી ભેટ આપવાની પ્રથા જોવા મળે છે, ભારતમાં સામાજિક રિવાજ મુજબ તેને દહેજ કહેવામાં આવે છે. વિયેતનામે પુત્રીને ૬ કરોડ રુપિયાની ૧૦૦ બિલાડીઓ ભેટ આપી હતી. આ બિલાડીઓ સિવેટ પ્રજાતિની છે જે ખૂબજ પ્રેમાળ હોય છે.

સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના અહેવાલ અનુસાર જો કે પિતાએ સોનાના સિકકા,રોકડ અને કેટલીક કંપનીઓના શેર પણ આપ્યા હતા તેમ છતાં સૌથી ચર્ચા બિલાડીઓની થઇ રહી છે. પિતાએ આ પગલું પુત્રીને સાસરે પણ આત્મનિર્ભર જોવા માટે ભર્યુ હતું.  ૨૨ વર્ષની પુત્રીના પિતાનું નામ હોંગ ચી તામ છે. ભેટ આપેલી બિલાડીઓનું પુત્રી રાખી શકે છે અથવા તો વેચી શકે છે એમ તેના પિતાએ જણાવ્યું હતું. 

વિયેતનામમાં પિતાએ પુત્રીને દહેજમાં આપી ૧૦૦ બિલાડીઓ, કિંમત ૬ કરોડ રુપિયા 2 - image

વિયેતનામની સિવેટ કેટ એક કોફી પણ છે જે દુનિયાની સૌથી મોંઘી માનવામાં આવે છે. જે બિલાડીઓના મળમાંથી બનાવવામાં આવે છે. જાનવરને પાકી થઇ ગયેલી કોફીની ચેરી ખવડાવવામાં આવે છે. ત્યાર પછી કોફી બીન્સને મળ સ્વરુપે છોડી દેવામાં આવે છે.તેને સાફ કરીને કોફી બનાવવાની પ્રોસેસ કરવામાં આવે છે. આ બીન્સની કિંમત ૧૦૦ થી ૬૦૦ ડોલર મળે છે.

બિલાડીઓનું માંસ પણ વિયેતનામ અને ચીનમાં શાહી ભોજન માનવામાં આવે છે. આ બિલાડીઓનો ઉપયોગ અનેક પ્રકારની પરંપરાગત ઔષધિઓ તૈયાર કરવામાં થાય છે. જો કે પશુ અધિકાર સમર્થકો આ પ્રકારની બિલાડીઓને પકડવા અને શિકાર સામે વાંધો ઉઠાવતા રહયા છે. બિલાડીઓને પાંજરામાં પુરીને તેના પર ક્રુરતા આચવામાં આવે છે.


Tags :