ભારતમાં ધાર્મિક અત્યાચાર થતો હોવાનો આરોપ મુકીને પિતા પુત્ર પાકિસ્તાનમાં ઘૂસ્યા, શરણ માંગ્યુ
image : Twitter
નવી દિલ્હી,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર
પાકિસ્તાનમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર ભારતીય પિતા પુત્રે ભારતની સરકાર પર ધાર્મિક અત્યાચારનો ચોંકાવનારો આરોપ મુકયો છે.
મહોમ્મદ હસનૈને અને તેના પુત્ર ઈશાક આમિરે પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાનના અશાંત ગણાતા બલૂચિસ્તાન પ્રાંતમાં ઘૂસણખોરી કરી હતી. બંનેને હાલમાં કરાચીના એક આશ્રયસ્થાનમાં રાખવામાં આવ્યા છે. પિતા પુત્રે કહ્યુ હતુ કે, જો પાકિસ્તાની અધિકારી અમને જેલમાં નાંખવા તૈયાર હોય તો અમે તેના માટે પણ તૈયાર છે. અમે પાકિસ્તાનમાં શરણ લેવાનો પ્રયત્ન કરીશું.
મહોમ્મદ હસનૈને અને તેના પુત્ર ઈશાક આમિર દિલ્હીના રહેવાસી છે. તેમનુ કહેવુ હતુ કે, લાંબા સમયથી અમારા પર ભારતમાં અત્યાચાર થઈ રહ્યો હોવાથી પાકિસ્તાન જતા રહેવાનો નિર્ણય કર્યો હતો. અમને કરાચી પહોંચતા 14 દિવસ થયા હાત. અહીંયા પહોચીને અમે આત્મસમપર્ણ કર્યુ હતુ.
આ પહેલા તેઓ નવી દિ લ્હીથી દુબઈ જવા નિકળ્યા હતા અને દુબઈ જઈને તેમણે અફઘાનિસ્તાનના વિઝા લીધા હતા. બંનેને પાકિસ્તાનની બોર્ડ ક્રોસ કરવામાં પાકિસ્તાની એજન્ટોએ મદદ કરી હતી.
પાકિસ્તાનની કરાચી પોલીસનુ કહેવુ છે કે, પિતા પુત્ર જાસૂસ હોવાની શક્યતા નથી અને તેમના પર ધાર્મિક અત્યાચાર થઈ રહ્યા હોવાથી તેમણે ભારત છોડ્યુ હોવાની તેમની દલીલ સાચી લાગી રહી છે.