Get The App

'વધારે પડતી ઠંડી કે ગરમી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે છે..', રિસર્ચના આધારે વિજ્ઞાનીઓની ચેતવણી

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
'વધારે પડતી ઠંડી કે ગરમી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે છે..', રિસર્ચના આધારે વિજ્ઞાનીઓની ચેતવણી 1 - image


Climate Change News : વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જની વરવી અસરો જોવા મળી રહી છે. આ દરમિયાન સ્વીડનના એક રિસર્ચ રિપોર્ટના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે, અતિ ઠંડા કે અતિ ગરમ વાતાવરણમાં હાર્ટ ફેલ્યોરથી મોતનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. 2025માં હીટવેવના દિવસોમાં એવરેજ 30 દિવસનો વધારો નોંધાયો હતો. ત્યારે, આ ડેટાએ ચિંતા વધારી છે.  

હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના નિષ્ણાત વેનલી ની અને સ્વીડિશ સહયોગીઓની ટીમની રિસર્ચ જામા કાર્ડિયોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં, હાર્ટ ફેલ્યોરના દર્દીઓમાં અતિશય ગરમી કે ઠંડીના સંપર્ક અને મોતના જોખમ સાથે સીધો સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિસર્ચ ટીમે 2006 થી 2021ની વચ્ચે સ્વીડનમાં મૃત્યુ પામેલા હૃદયરોગના દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો હતો. 

આ સ્ટડીમાં સામે આવ્યું છે કે, ઠંડીના કારણે મોતનું જોખમ ૧૨ ટકા વધી જાય છે. જ્યારે, ગરમીના કારણે જોખમમાં 7 ટકાનો વધારો થાાય છે.હૃદયરોગના દર્દીઓમાં શરીર થર્મલ સ્ટ્રેસ હેઠળ ફ્લુઈડ્સ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરે છે. જેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે. આ દર્દીઓ તાપમાનના અતિરેકને સહન કરી શકતા નથી. 

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અતિ ગરમી કે અતિ ઠંડી દરમિયાન બહાર જવાનું ટાળવું. ઘરમાં એર કન્ડિશનર કે હીટરનો યોગ્ય ઉપયોગ કરીને તાપમાનને નિયંત્રિત રાખવું. ગરમીમાં ડિહાઈડ્રેશનને કારણે હાર્ટ પર સ્ટ્રેસ વધતો હોવાથી પૂરતું પાણી પીવું. હાર્ટ પેશન્ટએ દવાઓ અને આરામનું નિયમિત પાલન કરવું. આ સ્ટડીથી સાબિત થયું છે કે, હવે હવામાનને પણ હાર્ટ હેલ્થનો ભાગ ગણવો પડશે.

Tags :