World

વિદેશમંત્રી, જયશંકરની બુ્રસેલ્સ મુલાકાતને લીધે ભારત-ઇયુ. સંબંધો વધુ મજબૂત થયા

By GS TEAM
17 Mar 20262 mins read
વિદેશમંત્રી, જયશંકરની બુ્રસેલ્સ મુલાકાતને લીધે ભારત-ઇયુ. સંબંધો વધુ મજબૂત થયા

- જયશંકરે યુરોપિય કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમીશનનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન દર લેયેન સાથે મંત્રણા કરી

બુ્રસેલ્સ : વિદેશમંત્રી એસ. જયશંકરે તેઓની માર્ચ ૧૫-૧૬ની બુ્રસેલ્સની મુલાકાત સંપન્ન કરી છે. તેઓ યુરોપીયન યુનિયનના હાઈરે પ્રિઝેન્ટેટિવ્ઝ અને વાઇસ પ્રેસિડેન્ટ કાની કાલાસનાં આમંત્રણથી અહીં આવ્યા હતા.

યુરોપીયન યુનિયનના નેતાઓ, ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા, તે પછી છ સપ્તાહે જયશંકરે યુરોપીયન યુનિયનની મુલાકાત લીધી, તેને ઘણું મહત્વ અપાઈ રહ્યું છે.

જયશંકરે યુરોપીયન કાઉન્સીલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપીયન કાઉન્સીલનાં અધ્યક્ષા ઉર્સુલા, વૉન દર લેયેન સાથે તેમની આ મુલાકાત દરમિયાન સઘન મંત્રણા કરી હતી. તેઓ તે બંનેને મળવા ગયા ત્યારે તેમમે પ્રમુખ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદી દ્વારા પાઠવેલાં ઉષ્માભર્યા અભિનંદનોના પત્રો પણ આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન તેઓએ ઇયુના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે મંત્રણા કરી હતી. તે સમયે યુરોપીયન કમિશ્નર ફોર ટ્રેડ એન્ડ સિક્યોરિટી માસોસ સેફ્ટોવિક પણ ઉપસ્થિત હતા.

આ મંત્રણાઓ દરમિયાન જાન્યુઆરી ૨૦૨૬માં યોજાયેલી ઇંડીયા ઇયુ સમિટમાં વ્યાપાર વિનિમયને આપેલો ઓપ પૂર જોશથી આગળ વધારવા તેમજ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંરક્ષણ સાધનોનાં ઉત્પાદનમાં સરકાર સ્થાપવા તથા વહાણવટાં ક્ષેત્રે સહકાર સ્થાપવા નિર્ણય લેવાયો હતો. તેમજ ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સીલને વધુ ફળદાયી બનાવવા નિર્ણય લેવાયો હતો.

સહજ છે કે આ મંત્રણાઓ દરમિયાન મધ્યપૂર્વની કટોકટી તથા ઇરાન દ્વારા હોર્મુઝની સ્ટ્રેઇટસ બંધ કરવાથી વિશ્વમાં તેમના ભાવમાં આવેલા ઉછાળા ઉપર તેમજ ઇઝરાયલ અમેરિકા વિરૂદ્ધ ઇરાનનાં યુદ્ધ ઉપર સૌથી વધુ ધ્યાન અપાયું હતું.