જકાર્તા: ઇન્ડોનેશિયામાં એક મસ્જિદમાં બે વિસ્ફોટ થયા હતા, જેમાં ૬૦ જેટલા લોકો ઘાયલ થયા છે. રાજધાની જકાર્તામાં કેલાપા ગાદિંગમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ સમયે વિસ્ફોટ થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ બે વિસ્ફોટ થયા હતા, એક વિસ્ફોટ મસ્જિદની અંદર અને એક બહાર થયો હતો. જેમાં ૬૦ જેટલા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ થયો તે મસ્જિદ એક સ્કૂલમાં આવેલી છે. જેને પગલે ઘાયલોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ હુમલામાં શંકાસ્પદ હુમલાખોર પણ ઘાયલ થયો છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિસ્ફોટને એક વિદ્યાર્થી દ્વારા અંજામ અપાયો છે.
ઇન્ડોનેશિયાની મસ્જિદમાં નમાઝ સમયે વિસ્ફોટ, 60 લોકો ઘાયલ


