World

યુરોપીયન યુનિયનને આશા- યુક્રેન યુધ્ધનો અંત લાવવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે

By GS TEAM
4 Sep 20252 mins read
યુરોપીયન યુનિયનને આશા- યુક્રેન યુધ્ધનો અંત લાવવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે

નવી દિલ્હી,૪ સપ્ટેમ્બર,૨૦૨૫,ગુરુવાર 

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ એક વૈશ્વિક સમસ્યા બન્યું છે. યુદ્ધના પરિણામ સ્વરુપ જે જીયો પોલિટિકસ શરુ થયું છે તેનાથી વિશ્વયુધ્ધનો ખતરો ઉભો થયો છે. આવી પરિસ્થિતિમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેને યુક્રેન યુધ્ધ અટકાવવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે એવી આશા વ્યકત કરી છે. ચીનના પ્રવાસેથી પરત આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયનના અધ્યક્ષ સાથે ફોન વાતચીત કરતા ઇયુએ આક્રમક યુધ્ધનો અંત લાવીને શાંતિની દિશામાં માર્ગ ચિંધવામાં ભારતની ભૂમિકાના વખાણ કર્યા હતા.

એટલું જ નહી યુક્રેની રાષ્ટ્રપતિ સાથે સતત સંપર્કમાં રહેવા બદલ ભારતને ધન્યવાદ આપ્યા હતા. સોશિયલ મીડિયા સાઇટ એકસ પર વાતચિત દરમિયાન જાણકારી આપતા લેયને યુક્રેન યુધ્ધને લઇને ચિંતા દર્શાવી હતી. આ યુધ્ધ વૈશ્વિક સુરક્ષા માટે સૌથી વધુ હાનિકારક છે. આ દુનિયાની આર્થિક સ્થિરતાને નબળી પાડી રહયું હોવાથી જોખમ વધી રહયું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મજબૂત સંબંધો અંગે લેયને લખ્યું હતું કે બંને પક્ષો ભવિષ્ય તરફ જોઇ રહયા છે.

આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૬માં ખૂબજ ઝડપથી યુરોપીય સંઘ અને ભારત શિખર સંમેલનમાં એક સંયુકત રણનીતિક એજન્ડા પર સહમત થવાની યોજના બનાવી રહયા છીએ.વર્ષના અંત સુધીમાં મુકત વેપારની સમજૂતી માટેની વાટાઘાટો માટે પ્રતિબધ્ધ છીેએ. બંને પક્ષો વચ્ચે ફ્રી ટ્રેડ બાબતે ગત ફેબુ્રઆરીમાં થયેલી ફેબુ્આરી મહિનામાં થયેલી વાતચીતનો જ એક ભાગ છે. અગાઉ બંને નેતાઓએ વર્ષના અંતમાં વિલંબિત સમજૂતીને અંતિમ સ્વરુપ આપવાની સહમતિ દર્શાવી હતી.