World

યુરોપીયન યુનિયને પુતિનને એર-સ્ટ્રાઇક્સ બંધ કરી મંત્રણાનાં મેજ પર આવવા જણાવ્યું

By GS TEAM
29 Aug 20252 mins read
યુરોપીયન યુનિયને પુતિનને એર-સ્ટ્રાઇક્સ બંધ કરી મંત્રણાનાં મેજ પર આવવા જણાવ્યું

- રશિયાએ બુધવારે રાત્રે કરેલી એર-સ્ટ્રાઇક્સથી યુરોપીયન યુનિયનના પ્રતિનિધિઓની ઓફિસને પણ નુકસાન થયું હતું : સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ નહીં

બુ્રસેલ્સ : યુરોપીયન યુનિયનનાં પ્રમુખ ઉર્સુલા વોન દર લીયેને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, યુક્રેનના પ્રમુખ વોલો ડીમીર ઝેલેન્સ્કી અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. જેમાં પુતિનને એર-સ્ટ્રાઇક્સ બંધ કરી મંત્રણાનાં મેજ પર આવવા અનુરોધ કર્યો હતો.

આ સાથે તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, ન્યાયયુક્ત અને અવિચ્છિન્ન શાંતિ માટે યુરોપ યુક્રેનને સલામતીની ખાતરી આપતું જ રહેશે તેમજ સંરક્ષણ માટે સંપૂર્ણ સહાય કરતું જ રહેશે. તેઓએ પોસ્ટ 'ટ' પર લખ્યું : 'હમણાં જ પ્રમુખ ઝેલેન્સ્કી અને પ્રેસિડેન્ટ ઓફ યુ.એસ. સાથે વાત કરી હતી. તે વાત મેં કીવ ઉપર થયેલા પ્રચંડ હુમલા કે જેમાં યુરોપીય કમિશનની ઓફીસને થયેલાં નુકસાનની પણ વાત જણાવી હતી.' યુરોપ ન્યાયયુક્ત શાંતિ ઈચ્છે છે તે માટે તે યુક્રેનને મજબૂત સલામતિની ખાતરી પણ આપે છે, જેથી તે દેશ પોલાદ જેવા નૈસર્ગિક કવચ ધરાવતો બનાવી દે તે માટે યુરોપ તેની તમામ ભૂમિકા ભજવશે.

યુરોપીય-યુનિયનનાં યુક્રેન સ્થિત રાજદૂત કેટેરિના મેથર્નોવાએ 'યુરો-ન્યૂઝ'ને જણાવ્યું હતું કે, રશિયાએ બુધવારે રાત્રે મિસાઇલ્સનો એક ધાર્યો હુમલો ચાલુ કેટલાક નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા, યુક્રેનનાં ઈન્ફ્રા-સ્ટ્રકચરને પણ નુકસાન થયું હતું. યુરોપીયન યુનિયનની કીવ સ્થિત ઓફીસનાં મકાનને પણ નુકસાન થયું હતું. પરંતુ સદ્ભાગ્યે સ્ટાફમાંથી કોઈ જાનહાની થઈ ન હતી કે કોઈને શારીરિક ઇજાઓ પણ થઈ ન હતી.