Get The App

USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો 'બોમ્બ', ટ્રેડ ડીલ ફ્રીઝ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
EU suspends US trade deal


(AI IMAGE)

Trump EU Trade Deal Frozen: અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં અત્યારે ભારે કડવાશ જોવા મળી રહી છે. દાવોસ ખાતેની બેઠકમાં યુરોપના નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે પોતાનો સખત રોષ પ્રગટ કર્યો, તો વળતા પ્રહારમાં ટ્રમ્પે પણ મંચ પરથી આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. ઇતિહાસમાં પહેલીવાર ટ્રમ્પના 'ઇગો' સામે યુરોપ પણ એ જ અંદાજમાં જવાબ આપી રહ્યું હોય તેમ જણાય છે. 

ટ્રમ્પના ભાષણથી ઉશ્કેરાયેલા યુરોપિયન યુનિયને તાત્કાલિક મોટો 'ટ્રેડ બોમ્બ' ફોડીને વળતો જવાબ આપ્યો છે. યુરોપિયન સંસદની વ્યાપાર સમિતિના વડા બર્ન્ડ લેંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતા હવે અમેરિકા અને યુરોપના સંબંધોમાં અપેક્ષા રાખવા જેવું કંઈ બચ્યું છે ખરું?

વેપાર કરાર મોકૂફ: અમેરિકા-EU વચ્ચેના સોદા પર લાગી બ્રેક

યુરોપિયન સંસદની વ્યાપાર સમિતિના વડા બર્ન્ડ લેંગે સત્તાવાર જાહેરાત કરી છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચેનો વેપાર કરાર હવે 'આગામી સૂચના સુધી મોકૂફ' રાખવામાં આવ્યો છે. ગ્રીનલૅન્ડ વિવાદ અને ટેરિફના મુદ્દાઓને ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું કે, 'બંને પક્ષો વચ્ચેનો આ વેપાર સોદો હવે સત્તાવાર રીતે અટકી પડ્યો છે.' મંગળવારે એક મહત્ત્વનું નિવેદન આપતા તેમણે કહ્યું કે, 'અમે ટર્નબેરી કરાર સાથે જોડાયેલી તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આપણી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર જોખમ હોય, ત્યારે વેપારની સામાન્ય કામગીરી ચાલુ રાખવી અશક્ય છે.'

શું છે આ ટર્નબેરી કરાર? 

અમેરિકા અને યુરોપ વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં તિરાડ પડવાની શરુઆત ત્યારે જ થઈ ગઈ હતી જ્યારે ટ્રમ્પે ગ્રીનલૅન્ડના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. વાસ્તવમાં, ટર્નબેરી કરાર એ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન વચ્ચેની એક અત્યંત મહત્ત્વની 'મહા-ડીલ' હતી, જેનું આયોજન ટ્રમ્પે પોતે સ્કોટલૅન્ડ સ્થિત તેમના ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટમાં કર્યું હતું. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને યુરોપમાં કાર તથા ટૅક્નોલૉજી પરના ટેક્સ ઘટાડીને ચીન સામે એક સશક્ત આર્થિક મોરચો તૈયાર કરવાનો હતો. જોકે, હવે યુરોપિયન યુનિયને આ કરારને 'ફ્રીઝ'(સ્થગિત) કરી દેતા, કરોડો ડૉલરનો વેપાર જોખમમાં મૂકાયો છે અને આ સ્થિતિ એક ભયાનક ગ્લોબલ ટ્રેડ વોર તરફ ઈશારો કરી રહી છે. 

આ પણ વાંચો: 'હા, હું સરમુખત્યાર જ છું...', ચોતરફી ટીકાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી દુનિયા સ્તબ્ધ!

બીજી તરફ, યુરોપના આકરા વલણ સામે ટ્રમ્પે પણ વળતી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, '1 ફેબ્રુઆરીથી અમેરિકા ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલૅન્ડ, ફિનલૅન્ડ, બ્રિટન અને નોર્વેથી આયાત થતી વસ્તુઓ પર 10% ટેરિફ લાદશે. તેમજ ગ્રીનલૅન્ડ મુદ્દે કોઈ ઉકેલ નહીં આવે, તો આ ટેરિફના દર વધારીને 25% સુધી કરવામાં આવી શકે છે.

USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો 'બોમ્બ', ટ્રેડ ડીલ ફ્રીઝ 2 - image