Get The App

ભારતની ત્રણ સહિત 45 કંપની પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ, રશિયન સેનાને મદદ કરવાનો આરોપ

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની ત્રણ સહિત 45 કંપની પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ, રશિયન સેનાને મદદ કરવાનો આરોપ 1 - image

Image: IANS


Russian Ukraine war: પહેલા અમેરિકાએ રશિયાની બે દિગ્ગજ ઓઇલ કંપની પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે યુરોપિયન સંઘે પણ રશિયા પર આર્થિક દબાણ કરવા માટે ભારતની ત્રણ કંપનીઓને પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુરોપિયન સંઘે આ ત્રણ ભારતીય કંપનીઓ પર કથિત રૂપે રશિયન સેના સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. 

આ પણ વાંચોઃ 'એક પણ ટોમહોક મિસાઈલ આવશે તો કચડી નાખીશું...', પુતિનની સીધી અમેરિકાને ધમકી

ભારતની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ

રશિયાની સેના સાથે કથિત સંબંધોને લઈને ગુરૂવારે (23 ઓક્ટોબર) યુરોપિયન સંઘે દુનિયાભરની 45 સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ત્રણ ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન સંઘે પ્રતિબંધોને પોતાના 19માં પેકેજ હેઠળ આ કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. આ પ્રતિબંધ યુક્રેન પર રશિયાના આક્રમણ સામે તેના પર આર્થિક દબાણ બનાવવાના પ્રયાસોનો ભાગ છે. 

કોના પર લાદ્યો પ્રતિબંધ? 

જે ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, તેમાં  Aerotrust Aviation Private Limited, Ascend Aviation India Private Limited અને Shree Enterprises સામેલ છે. 

  • એરોટ્રસ્ટ  ઉડ્ડયન સાથે જોડાયેલી કંપની છે જેના પર રશિયન સૈન્યને ટેક્નિકલ સહાય પૂરી પાડવાનો આરોપ છે.
  • બીજી કંપની, એસેન્ડ એવિએશન (Ascend Aviation) પણ એક ઉડ્ડયન કંપની છે. યુરોપિયન સંઘનો દાવો છે કે આ કંપનીએ નિકાસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે.
  • ત્રીજી કંપની એક સામાન્ય વ્યવસાયિક એન્ટિટી છે. યુરોપિયન સંઘ અનુસાર, આ કંપની રશિયન સૈન્ય સાથે સંબંધો ધરાવે છે.

નોંધનીય છે કે, યુરોપિયન સંઘની આ કાર્યવાહી અંગે ભારતીય અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી નથી.

આ પણ વાંચોઃ ChatGPT ની એક ચાલથી ગૂગલને લાગ્યો 13188 અબજનો ઝટકો, માર્કેટ વેલ્યૂ એકઝાટકે ગગડી

યુરોપિયન સંઘના એક પ્રકાશનમાં જણાવાયું છે કે, યુરોપિયન પરિષદે 45 નવી સંસ્થાઓની ઓળખ કરી છે જે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન ટૂલ્સ, માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, માનવરહિત હવાઈ વાહનો (UAVs) અને અન્ય અદ્યતન ટેક્નોલોજી વસ્તુઓ પર નિકાસ પ્રતિબંધોને ટાળીને રશિયાના લશ્કરી અને લશ્કરી ઉદ્યોગને સીધી રીતે ટેકો આપી રહી છે. આ સંસ્થાઓને દ્વિ-ઉપયોગી માલ તેમજ સામાન્ય રીતે રશિયાના સંરક્ષણ ક્ષેત્રના તકનીકી વિકાસમાં ફાળો આપી શકે તેવા માલના નિકાસ પર કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

યુરોપિયન સંઘે જણાવ્યું હતું કે, આ 45 કંપનીઓમાંથી 17 રશિયામાં સ્થિત નથી. આ 17માંથી, 12 ચીન-હોંગકોંગમાં સ્થિત છે, 3 ભારતમાં સ્થિત છે અને 2 થાઇલેન્ડમાં સ્થિત છે. યુરોપિયન સંઘ દ્વારા પ્રતિબંધિત 12 ચીની કંપનીઓ પર રશિયન સૈન્યને ક્રૂડ ઓઇલ, રસાયણો અને દ્વિ-ઉપયોગી માલ સપ્લાય કરીને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. યુરોપિયન સંઘનું પ્રાથમિક ધ્યાન રશિયન તેલની ખરીદી અને પરિવહન પર છે, જે રશિયાના યુદ્ધ અર્થતંત્રને બળતણ આપે છે. આ પરિબળને નબળું પાડવાનો પ્રયાસ કરે છે. આ પ્રતિબંધોમાં સંપત્તિ ફ્રીઝ, નાણાંકીય વ્યવહાર પ્રતિબંધો અને મુસાફરી પ્રતિબંધોનો સમાવેશ થાય છે.