US-EU News: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલા ટેરિફ યુદ્ધની અસર આખી દુનિયામાં નજરે આવવા લાગ્યા છે. અમેરિકન દ્વારા ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને જવાબમાં અમેરિકન ઉત્પાદનો પર હવે 84 ટકા ટેરિફ લગાવવાનું એલાન કરી દીધું. ચીન બાદ હવે યુરોપિયન યુનિયને પણ ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે.
યુરોપિયન યુનિયનના કાર્યકારી એકમે બુધવારે લીધેલા આ નિર્ણયમાં સામેલ વસ્તુઓની યાદી હાલ ઉપલબ્ધ નથી કરાવી. યુરોપિયન યુનિયનના ટેરિફનો કેટલોક ભાગ 15 એપ્રિલ અને કેટલોક 15 મે જ્યારે બાકીનો 1 ડિસેમ્બરથી લાગુ થશે.
વાતચીત માટે તૈયાર છે યુરોપિયન યુનિયન
જો કે, તેની સાથે જ યુરોપીય યુનિયનના 27 સભ્ય દેશોએ વ્યાપાર મુદ્દાઓના ઉકેલ માટે વાતચીત દ્વારા સમજૂતીને પોતાની પ્રાથમિકતા દોહરાવી. આયોગે કહ્યું હતું કે, યુરોપીય યુનિયને અમેરિકન ટેક્સને અયોગ્ય અને નુકસાનકારક માને છે. જેનાથી બંને પક્ષો સાથો-સાથ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ આર્થિક નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. યુરોપિયન યુનિયને અમેરિકાની સાથે વાતચીત દ્વારા પરિણામ મેળવવાની પોતાની સ્પષ્ટ પ્રાથમિકતા ગણાવી છે, જે સંતુલિત અને પારસ્પરિક રીતે ફાયદાકાર હશે.
યુરોપીય આયોગના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લિએને કાર સહિત ઔદ્યોગિક વસ્તુઓ પર ઝીરો ટેક્સના બદલે ઝીરો ટેક્સ લગાવવાનારો કરાર રજૂ કર્યો છે. જો કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુરોપિયન યુનિયનની આ રજૂઆત અમેરિકાને સંતુષ્ટ કરવા માટે પર્યાપ્ત નથી.
જણાવી દઈએ કે, ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં યુરોપિયન યુનિયન સહિત કેટલાક દેશો પર મસમોટો ટેરિફ લગાવી દીધો છે.


