Get The App

ટિકટોકે યુરોપિયન યુનિયનના નાગરિકોનો ડેટા ચીનને આપી દીધો, હવે 5100 કરોડનો દંડ

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
ટિકટોકે યુરોપિયન યુનિયનના નાગરિકોનો ડેટા ચીનને આપી દીધો, હવે 5100 કરોડનો દંડ 1 - image


EU and Tik Tok News : યુરોપિયન યુનિયનના પ્રાઇવસી નિયમનકારે ટિકટોકને 60 કરોડ ડોલર (રુ. 5100 કરોડ)નો દંડ ફટકાર્યો છે. નિયમનકારે ટિકટોક સામે ચાર વર્ષની તપાસ પછી આ દંડ ફટકાર્યો છે.  તેનું તારણ છે કે વીડિયો શેરિંગ એપ ડેટા ચીન ટ્રાન્સફર કરે છે. આ ઇયુના ડેટા પ્રાઇવસીના ચુસ્ત નિયમોનો ભંગ કરે છે. આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને ટિકટોકને યુઝર્સ અંગે પારદર્શક રહ્યું નથી તેમ જણાવ્યું હતું.

આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને આયરલેન્ડમાં ટિકટોક સામેની તપાસની આગેવાની સંભાળી હતી. ૨૭ દેશોના ઇયુ બ્લોકમાં આયરલેન્ડમાં આઇરિશ નેશનલ વોચડોગ યુરોપીયન નિયમનકારના નેજા હેઠળ કામગીરી કરે છે. ટિકટોકનું યુરોપીયન હેડક્વાર્ટર આયરલેન્ડના ડબ્લિનમાં છે.

ડેપ્યુટી કમિશ્નર ગ્રેહામ ડોઇલે જણાવ્યું હતું કે ટિકટોક યુરોપીયન યુઝર્સના ડેટાની ચકાસણી, ગેરંટી દર્શાવવામાં નિષ્ફળ ગયું હતું. તેના યુરોપીયન ગ્રાહકોનો ડેટા ચીનમાં રહેતો તેનો સ્ટાફ રિમોટલી મેળવી શકે છે. 

ટિકટોકે જણાવ્યું હતું કે તે આ નિર્ણય સાથે સંમત નથી અને તેની સામે અપીલમા જવાનુ આયોજન ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ નિર્ણય મે 2023ના પૂરા થયેલા પસંદગીના સમયગાળાને ધ્યાનમાં લઈ લેવાયો છે અને તેના પછી ડેટા લોકલાઇઝેશન પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

કંપનીએ જણાવ્યું હતું કે આ હકીકત એ છે કે ઉદ્યોગમાં બીજે ક્યાંય ન હોય તેવા આકરા ડેટા પ્રોટેકશન કાયદા છે. તેમા અગ્રણી યુરોપીયન સાઇબર સિક્યોરિટી ફર્મ એનસીસી ગુ્રપના ટિકટોકના પબ્લિક પોલિસીના યુરોપીયન હેડ ક્રિસ્ટિન ગ્રાહને જણાવ્યું હતું કે આ નિર્ણય ડેટા સિક્યોરિટીના પગલાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.

ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ ચીનમાં છે. તે યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી યુઝર્સન સંપત્તિઓની માહિતી અને ડેટા પહોંચાડતા હોવાથી ચીનમાં આ વિવાદ વકરે તેમ છે. હવે યુરોપ સમક્ષ સવાલ એ છે કે તે આ બાબતને હવે કેવી રીતે પહોંચી વળશે. 

આઇરિશ નિયમનકારે જણાવ્યું હતું કે ટિકટોક ચીનના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતા સંભવિત એક્સેસને લઈને જવાબ આપવામાં નિષ્ફળ ગયું છે. આમ કંપની ે યુરોપીયન યુઝર્સનો ડેટા  ચીનના સત્તાવાળાઓને કઈ રીતે એક્સેસ થઈ શકે તે સમજાવવામાં નિષ્ફળ ગઈ છે. 

Tags :