World

યુદ્ધ વચ્ચે રશિયાના ઓઈલ અંગે યુરોપના એક નિર્ણયથી ભારતને જબરદસ્ત ફાયદો!

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે યુરોપ તરફથી એક એવા સમાચાર આવ્યા છે, જેણે ભારત જેવા મોટા પ્રમાણમાં ઓઇલ ખરીદનાર દેશોને મોટી રાહત આપી છે. યુરોપિયન યુનિયન રશિયન ઓઇલ પર કાયમી પ્રતિબંધ મૂકવાના પોતાના નિર્ણયથી હાલ પૂરતું પાછળ હટ્યું છે. યુરોપિયન કમિશન 15 એપ્રિલના રોજ એક સખત કાનૂની પ્રસ્તાવ રજૂ કરવાનું હતું, જેનો મુખ્ય હેતુ યુક્રેન યુદ્ધને કારણે રશિયાથી આવતા ઓઇલ પર કાયમી પ્રતિબંધ લાદવાનો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે રશિયાના ઓઈલ અંગે યુરોપના એક નિર્ણયથી ભારતને જબરદસ્ત ફાયદો!

EU Russian Oil Ban Postponed: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે યુરોપ તરફથી એક એવા સમાચાર આવ્યા છે, જેણે ભારત જેવા મોટા પ્રમાણમાં ઓઇલ ખરીદનાર દેશોને મોટી રાહત આપી છે. યુરોપિયન યુનિયન રશિયન ઓઇલ પર કાયમી પ્રતિબંધ મૂકવાના પોતાના નિર્ણયથી હાલ પૂરતું પાછળ હટ્યું છે. યુરોપિયન કમિશન 15 એપ્રિલના રોજ એક સખત કાનૂની પ્રસ્તાવ રજૂ કરવાનું હતું, જેનો મુખ્ય હેતુ યુક્રેન યુદ્ધને કારણે રશિયાથી આવતા ઓઇલ પર કાયમી પ્રતિબંધ લાદવાનો હતો.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને ઓઇલ સંકટ

જોકે, વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતા આ પ્રસ્તાવને હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ માનવામાં આવે છે, જેના કારણે ઓઇલ પુરવઠાનું મોટું સંકટ ઊભું થયું છે. જો યુરોપ અત્યારે રશિયન ઓઇલ પર પ્રતિબંધ મૂકે તો બજારમાં ઓઇલની ભારે અછત સર્જાય અને કિંમતો આસમાને પહોંચી જાય તેમ હતી. આ સ્થિતિમાં યુરોપે વ્યવહારુ અભિગમ અપનાવીને પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે, જે વૈશ્વિક ઇકોનોમી અને ખાસ કરીને ભારત માટે રાહતના સમાચાર છે.

ભારત માટે ફાયદાકારક સાબિત થશે આ સમાચાર

ભારત માટે આ સમાચાર અત્યંત લાભદાયી સાબિત થશે, કારણ કે ભારત રશિયા પાસેથી સસ્તા દરે ઓઇલ ખરીદીને તેને રિફાઇન કરે છે અને ત્યારબાદ તેમાંથી તૈયાર થયેલા પેટ્રોકેમિકલ ઉત્પાદનોને યુરોપના બજારમાં વેચે છે. યુરોપ દ્વારા રશિયન ઓઇલ પર કાયમી પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ હાલ પૂરતો ટળી જવાથી ભારત માટે વેપારનો આ માર્ગ ખુલ્લો રહેશે. હવે ભારતીય રિફાઇનરીઓ કોઈપણ અવરોધ વગર રશિયન ઓઇલમાંથી બનેલી પ્રોડક્ટ્સ યુરોપમાં વેચી શકશે, જેનાથી દેશની ઓઇલ કંપનીઓને મોટો નફો થવાની પૂરેપૂરી શક્યતા છે. વધુમાં, જો યુરોપે આ પ્રતિબંધ અમલી બનાવ્યો હોત, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાને કારણે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો ઉછાળો આવી શક્યો હોત.

આ પણ વાંચો: એક બાજુ શાંતિની વાતો, બીજી બાજુ હજારો સૈનિક મિડલ ઈસ્ટ રવાના, ટ્રમ્પના ઈરાદા 'ખતરનાક'?

2027 સુધીમાં રશિયન ઓઇલ શૂન્ય કરવાનો પ્લાન

યુરોપના આ નિર્ણય પાછળ હંગેરી જેવા દેશોનો વિરોધ પણ જવાબદાર છે. હંગેરીના પીએમ વિક્ટર ઓર્બન રશિયા સાથે સારા સંબંધો ધરાવે છે અને તેઓ આ પ્રતિબંધની વિરુદ્ધમાં હતા. યુરોપિયન યુનિયનનો અસલી પ્લાન 2027ના અંત સુધીમાં રશિયન ઓઇલની આયાત શૂન્ય કરવાનો હતો, પરંતુ હાલમાં ઈરાન સંકટ અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે યુરોપને નમતું જોખવું પડ્યું છે. આ વૈશ્વિક ઘટનાક્રમ ભારત અને સામાન્ય માણસના ખિસ્સા માટે એક મોટી રાહત સમાન છે, કારણ કે તેનાથી વૈશ્વિક સપ્લાય ચેઈન પરનું દબાણ ઘટશે અને ઓઇલની કિંમતોમાં સ્થિરતા જળવાઈ રહેશે.