ન્યૂયોર્ક,૩૧ ડિસેમ્બર,૨૦૨૫,બુધવાર
શુગર ફ્રી ખોરાકની ફેશન ચાલે છે ખાસ કરીને ડાયેટ ડ્રિન્કસ હોય કે શુગર ફ્રી આઇસ્ક્રિમ એરિથ્રિટોલને વર્ષોથી ખાંડના સુરક્ષિત વિકલ્પ તરીકે જોવામાં આવે છે પરંતુ અમેરિકાના યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના વૈજ્ઞાાનિકો દ્વારા થયેલા એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એરિથ્રિટોલ નામનો લોકપ્રિય સ્વીટનર દિમાંગની નશોને નુકસાન પહોંચાડે છે. મીઠાશ શરીરમાં પરિવર્તન લાવીને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધારે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧માં અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા એરિથ્રિકોલને શુગર આલ્કોહોલ તરીકે મંજુરી આપવામાં આવી હતી.
સામાન્ય રીતે મકાઇને ફર્મેટ કરીને બનાવવામાં આવે છે. આજે આ બ્રાંડના સેંકડો ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. આમાં ખૂબજ નહિવત પ્રમાણમાં કેલોરી હોય છે. આ ખાંડ કરતા ૮૦ ગણો ગળ્યો હોય છે. આથી શરીરના ઇન્સ્યુલિન પર ખૂબજ ઓછી અસર થાય છે. વજન ઘટાડવા અને બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે અને કાર્બોહાઇડ્ેટથી બચવા લોકો તેનો ખૂબ પસંદ કરે છે. વૈજ્ઞાાનિકોએ એરિથ્રિટોલ કોશિકાઓ પર શું અસર પડે છે આ સમજવા માટે પ્રયોગશાળામાં મગજની રકત નલિકોને કવર કરતી માનવ કોશિકાઓ પર પ્રયોગ કર્યો હતો. ત્રણ કલાક સુધી શુગર ફ્રિ ડ્રિન્કસમાં હોય છે એટલા જ પ્રમાણમાં એરિથ્રિટોલના સંપર્કમાં રાખવામાં આવી હતી.માત્ર ત્રણ કલાકમાં જ કોશિકાઓમાં ખતરનાક બદલાવ જોવા મળ્યો હતો.

સંપર્કમાં આવેલી કોશિકાઓએ ખૂબજ ઓછા પ્રમાણમાં નાઇટ્રિક ઓકસાઇડ બનાવ્યો.નાઇટ્રિક ઓકસાઇડ એ તત્વ છે જે રકતનલિકાઓમાં ફેલાઇને રકતપ્રવાહને બહેતર બનાવે છે. આનાથી ઉલટું કોશિકાઓમાં એન્ડોથેલિન-૧ નામના પ્રોટિનની માત્રા વધી ગઇ જે નસોને સંકોચતું હતું એટલું જ નહી આ કોશિકાઓને લોકોને જમાવનારા રસાયણ થ્રોમ્બિનમાંથી પસાર કરવામાં આવ્યું ત્યારે શરીરમાં પ્રાકૃતિક રીતે કલોટ તોડનારુ તત્વ પીએનું ઉત્પાદન ઘણું ઓછું થઇ ગયું હતું. એરિથ્રિટોલ કોશિકાઓમાં ફ્રી રેડિકલ્સ એટલે કે રિએકટિવ ઓકિસજન સ્પીશીજને વધારે છે.જે કોશિકાઓને નબળી પાડીને ચેપ વધારીને નુકસાન કરે છે. આ પહેલા કિલીવલેન્ડ કિલનિકના એક અધ્યનમાં અમેરિકા અને યુરોપના ૪૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં પણ જણાયું હતું કે જે પુરુષો અને મહિલાઓના લોહીમાં એરિથ્રિટોલનું સ્તર વધારે હતું તે ત્રણ વર્ષની અંદર હાર્ટ એટેક કે સ્ટ્રોક આવવાની શકયતા વધારે હતી.


