- આ વિશેષ દૂતો તેઓના અહેવાલ રજૂ કરે તે પછી હું થોડા સમયમાં જ પ્રમુખ પુતીન અને પ્રમુખ ઝેલેન્સ્કીને મળવાનો છું : ટ્રમ્પ
વૉશિંગ્ટન : યુક્રેન-યુદ્ધ પુરું થવાની આશા બંધાઈ રહી છે. પ્રમુખ ટ્રમ્પ કહે છે કે તેઓએ રજૂ કરેલી યોજનાને આખરી સ્વરૂપ અપાઈ ગયું છે. યુદ્ધ પુરું કરવા માટે ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. પ્રમુખ ટ્રમ્પ, પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કીને મળવા માટે તેઓના વિશેષ દૂતો પૈકી એકને મોસ્કો અને બીજાને કીવ મોકલાયા છે.
પોતાનાં ટ્રૂથ સોશ્યલ ઉપર ટ્રમ્પે લખ્યું કે, છેલ્લા એક સપ્તાહથી મારી ટીમે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે હાથ ધરેલી મંત્રણાઓમાં ભારે પ્રગતિ થઈ છે.
ગત એક સપ્તાહમાં ૪,૨૫,૦૦૦ સૈનિકો માર્યા ગયા છે. પ્રમુખ ટ્રમ્પે તૈયાર કરેલા પીસ પ્લાનના ખૂણાઓ દૂર કરવામાં આવ્યા છે. તેને સાફ સુથરા કરી આખરી રૂપ આપવામાં આવ્યું છે. આ શાંતિ યોજનાનો ઉલ્લેખ કરવા સાથે પ્રમુખ ટ્રમ્પે તેઓના ટ્રૂથ સોશ્યલ ઉપર લખ્યું હતું કે મેં મારા વિશેષ દૂત સ્ટીવ વિટ્કોફને પ્રમુખ પુતિનને મળવા કહ્યું છે. અને બીજા વિશેષ દૂત છે સેક્રેટરી ઓફ ધી આર્મી દાન ડ્રીસ્કોસને મળવા કહ્યું છે. આ બંને પોતપોતાની મંત્રણાઓનો નિષ્કર્ષ ઉપપ્રમુખ જે.ડી.વાન્સ વિદેશ મંત્રી માર્કો રૂબિયો સેક્રેટરી ઑફ વોર પેટ હેગસેથ અને વ્હાઈટ હાઉસનાં ચીફ ઓફ સ્ટાફ સુચી વિલેસની હાજરીમાં મને રજૂ કરશે.
આ પછી તે અહેવાલો અંગે તે સર્વે સાથે મંત્રણા કરી તારણ શોધવાનો છું. તે પછી જ્યારે યુદ્ધ બંધ થવા માટેની ભૂમિકા પૂરેપૂરી તૈયાર થઈ જશે તે પછી હું પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કીને વહેલામાં વહેલી તકે મળીશ. તેઓ સર્વેએ મારા આ મહત્વના સંદેશા ઉપર ધ્યાન આપ્યું તે બદલ હું તમારા સર્વેનો આભારી છું.


