- શેખર નામ નોબેલ (ખગોળશાસ્ત્ર) વિજેતા ચંદ્રશેખર પરથી રાખ્યું : શીવૉનને તેઓના પિતાએ દત્તક લીધી હતી, તેઓ ભારતીય હતા
વોશિંગ્ટન : ટેસ્લા અને સ્પેસ Xના સીઈઓ એલન મસ્કે જીરોધાના સહ સ્થાપક નિખિલ કામત સાથે પોડ-કાસ્ટ ઉપર મન ખોલીને વાત કરી. તેમાં પર્સનલ તેમજ પ્રોફેશનલ બાબતો પણ આવરી લીધી હતી.
તેઓએ કહ્યું, મારા પાર્ટનર શિવૉન જીબીસને ભારત સાથે સંબંધ છે. મારા પુત્રનું નામ ખગોળ શાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર અમેરિકન - ભારતીય વિજ્ઞાાની સુબ્રમન્યમ ચંદ્રશેખર ઉપરથી રખાયું છે. તેઓએ કહ્યું કે, મારા પાર્ટનર શિવૉન મસ્કને પણ ભારત સાથે સંબંધ છે. જ્યારે તેઓને પૂછયું કે, કઈ રીતે ?' તો તેના ઉત્તરમાં કહ્યું : ભારત સાથે તેનો સંબંધ પૈતૃક છે. તેમના પિતા ભારતની કોઈ યુનિવર્સિટીમાં સ્નાતક હતા. તે પછી કેનેડા ગયા, શીવૉનને તેઓએ દત્તક લીધી હતી. તે નાની હતી ત્યારે કેનેડામાં જ દત્તક વિધાન થયું. શિયૉન કેનેડામાં જ મોટી થઈ. ત્યાંથી યેલ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિકસ અને ફીલોસોફીમાં સ્નાતક બની.
શિલૉન આજે મસ્કની બ્રેન-ટેક કંપની ન્યૂરા લિંક્સ માં ઓપરેશન્સ અને સ્પેશ્યલ પ્રોજેક્ટસના ડાયરેકટર છે. તે પહેલા તેઓ ઓપન એખાઈ અને ટેસ્લા બંનેમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે.
શિવૉનની કેરિયર જોઈને ફોર્બસ તેમજ લિંકેડીન બંનેએ તેને પ્રભાવશાળી તેવી ૧૦૦ મહિલાઓમાં સ્થાન આપ્યું છે.


