ઈલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી માટે તૈયાર, ઈન્ટરનેટ સેટેલાઇટ ઓપરેશનની સરકારે આપી મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Elon Musk Starlink : ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)એ ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રીનો માર્ગ મોકળો કર્યો છે. ઇન-સ્પેસે સ્ટારલિંક Gen1 લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટનો ઉપયોગ કરીને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટનું સંચાલન કરવા માટે સત્તાવાર મંજૂરી આપી છે. સ્ટારલિંકની એન્ટ્રીથી ભારતના દૂરના ખૂણામાં પણ હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચી શકશે.
ઇન-સ્પેસની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ, આ અધિકૃત લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય રહેશે. આનો અર્થ એ થયો કે આગામી વર્ષોમાં ભારતના દૂરના વિસ્તારો સુધી પણ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચવાની શક્યતા વધી ગઈ છે.
ભારતમાં સેવા શરૂ કરવાનો સ્ટારલિંકનો પ્રયાસ
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટારલિંક ભારતીય બજારમાં તેની સેવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહી હતી. કંપની 2022 થી ભારતમાં વ્યાપારી કામગીરી શરૂ કરવાની યોજના બનાવી રહી હતી, પરંતુ રેગ્યુલેટરી ક્લિયરન્સની રાહ જોઈ રહી હતી.
સ્ટારલિંક એ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનો એક પ્રોજેક્ટ છે, જે સમગ્ર વિશ્વમાં સેટેલાઇટ દ્વારા હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા પર કામ કરી રહી છે. હવે ભારતમાં સત્તાવાર મંજૂરી મળ્યા પછી, તે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પૂરું પાડવાનું એક મુખ્ય માધ્યમ બની શકે છે.








