Get The App

ધનકુબેર એલન મસ્કની દિકરીએ નામ બદલવા માટે કોર્ટમાં કરી અરજી

Updated: Jun 21st, 2022

GS TEAM

Google News
Google News
ધનકુબેર એલન મસ્કની દિકરીએ નામ બદલવા માટે કોર્ટમાં કરી અરજી 1 - image

તા. 21 જૂન 2022,મંગળવાર 

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ક્યારેક પોતાની ગર્લફ્રેન્ડને લઇને તો ક્યારેક ટ્ટીટર ડીલને લઇને કોઇને કોઇ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. ત્યારે ફરી એકવાર તે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે પોતાની ટ્રાન્સજેન્ડર દીકરીને લઈને ચર્ચામાં છે. એલન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ પોતાનું નામ બદલવા માટે અરજી દાખલ કરી છે. 

એલોન મસ્કની પુત્રીએ કોર્ટમાં અરજી કરી 

ધનકુબેર એલન મસ્કની દિકરીએ નામ બદલવા માટે કોર્ટમાં કરી અરજી 2 - image

એલોન મસ્કની પુત્રીએ પોતાની અરજીમાં પોતાનું નામ બદલવાની માંગ કરતા કહ્યું હતું કે, "હું હવે મારા બાયોલોજીકલ પિતા સાથે રહેતી નથી, અને હવે હું પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગુ છુ" આજ કારણ છે,કે તેણે આ અરજી કરી છે, અને તે હવે પોતાના પિતા સાથે કોઇ સંબંધ રાખવા માંગતી નથી.  

એક મીડિયા રિપોર્ટ્સમાં મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીનું નામ જેવિયર એલેકઝેડર મસ્ક અને તેમની માતાનું નામ જસ્ટિન વિલ્સન જણાવવામાં આવ્યું છે. જેવિયર હાલ જ 18 વર્ષની થઇ છે, અને તે પોતાની નવી ઓળખના રૂપમાં મહિલાથી પુરુષના રુપમાં એટલે કે લિંગ બદલીને પોતાનું નવું નામ દાખલ કરવાનો અનુરોધ કર્યો છે.  આ કેસમાં એલન મસ્ક અને તેમની દિકરીને લઇને કોઇ આધિકારીક નિવેદન સામે આવ્યુ નથી.