For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એલોન મસ્કે 2022માં રોજના 2500 કરોડ ગુમાવ્યા, અત્યાર સુધીમાં 8 લાખ કરોડનું નુકશાન

મસ્કની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે

મસ્કે અત્યાર સુધીમાં 7.5 લાખ કરોડ ગુમાવ્યા

Updated: Nov 22nd, 2022

વોશિંગ્ટન, તા. 22 નવેમ્બર, 2022

અત્યાર સુધીમાં 8 લાખ કરોડનું નુકશાન થયુ છે. તેમની કુલ સંપતિ પણ ખુબ ઝડપી ઘટી રહી છે અને અત્યાર સુધી 100 અરબ ડોલર એટલે કે લગભગ 7.5 લાખ કરોડથી વધુનું નુકશાન થઈ રહ્યુ છે.

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો દરજ્જો હજુ સુધી અંકબંધ

અરબોપતિની યાદી મુજબ એલોન મસ્ક પાસે 22મી નવેમ્બર-2022 સુધી કુલ 170 અરબ ડોલરની સંપતિ બચી છે. જો કે એમને ટક્કર આપવા વાળા બીજા અરબપતિઓની સંપતિને પણ નુકશાન પહોચ્યું છે. તેથી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો દરજ્જો હજુ સુધી અંકબંધ છે.

કંપનીના શેરના મૂલ્યમાં 3 ટકાનો ઘટાડો એલોન મસ્કની કંપની ટેસ્લા

એ તાજેતરમાં જ ટેલ લાઇટમાં ખામીને કારણે 3.21 લાખ વાહનો માર્કેટમાંથી પરત ખેંચ્યા હતા. ઉપરાંત ગત સપ્તાહમાં પણ અમેરિકામાંથી 30 હજારથી વધુ વાહનો પરત ખેંચવા પડ્યા હતા.  આ સમાચારોને કારણે કંપનીના શેરના મૂલ્યમાં 3 ટકાનો ઘટાડો થયો હતો અને શેરની કિંમત બે વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી.

મસ્કની સંપત્તિ ઝડપથી ઘટી રહી છે

ટેસ્લાએ માત્ર 17 મહિનામાં અડધી બજાર મૂડી ગુમાવી દીધી છે. કંપની વર્ષ 2022 દરમિયાન આખુ વર્ષ સંઘર્ષ કરતી રહી છે. મસ્ક પાસે ટેસ્લાના 15 ટકા શેર છે. આ સિવાય ટ્વિટરમાં એલોન મસ્કની 79 ટકા ભાગીદારી છે. આવી સ્થિતિમાં આ બંને કંપનીઓના શેરમાં ઘટાડાને કારણે મસ્કની સંપત્તિમાં પણ ઝડપથી ઘટાડો થયો છે. 

 મસ્કે 7000 કર્મચારીઓની છટણી કરી

ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કને ખુબ ઝડપથી કર્મચારીઓને છૂટા કરવાનું ચાલુ રાખ્યું છે અને અત્યાર સુધીમાં 7,000 કર્મચારીઓમાંથી ટ્વિટરના લગભગ 60 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઘણા દેશોમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, હવે મસ્કે છટણી નહીં કરવાની ખાતરી આપી છે.

Gujarat