'કરો યા મરો, બીજો કોઈ રસ્તો જ નથી..' લંડનમાં ભડકેલા વિરોધની આગમાં મસ્કે ઘી કેમ હોમ્યું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

London Protest: બ્રિટનમાં ઈમિગ્રેશન સામે આંદોલનની આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. લંડનમાં ઇમિગ્રેશન વિરોધી કાર્યકર્તા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે પણ આગમાં ઘી હોમવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, 'હવે બ્રિટનમાં સત્તા પરિવર્તનની જરૂર છે. દેખાવકારો વિરોધીઓ પાસે કરો યા મરો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
માઈગ્રેશનના કારણે બ્રિટનમાં સંકટ સર્જાઈ રહ્યું છે: ઈલોન મસ્ક
બ્રિટનમાં આંદોલન અંગે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે કહ્યું કે બ્રિટનની અવદશા શરૂ થઈ ગઈ છે અને આવનારા સમયમાં તે સમગ્ર દેશનો વિનાશ તરફ દોરી જશે. મોટા પાયે માઈગ્રેશનના કારણે બ્રિટનમાં સંકટ સર્જાઈ રહ્યું છે. મોટી હિંસા થવાની છે. આવી સ્થિતિમાં દેખાવકારો પાસે ફક્ત કરો યા મરો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.'
આ પણ વાંચો: નેપાળ હિંસામાં 30થી વધુ પોલીસ ચોકી અને સ્ટેશન ફૂંકી મરાયા, સ્વયંસેવકોએ સફાઈ શરૂ કરી
યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમરને લઈને ઈલોન મસ્કે કહ્યું, મારો સંદેશ એ છે કે હિંસાની આગ ચોક્કસ તમારા સુધી પહોંચશે. આવી સ્થિતિમાં તમારે લડવું પડશે. તમે ઇચ્છો કે ન ઇચ્છો, હિંસા થશે જ. મને લાગે છે કે હવે કીર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની લેબર સરકારને ઉથલાવી પાડવાની જરૂર છે. તમારી પાસે ચાર વર્ષ નથી. આગામી ચૂંટણીઓ માટે હજુ ઘણો સમય છે. પહેલા કંઈક કરવું જોઈએ. સંસદનું વિસર્જન કરવું જોઈએ અને ફરીથી મતદાન કરાવવું જોઈએ.
લંડનમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
લંડનની આ રેલીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટેના આહ્વાન તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ઇમિગ્રેશનનો મુદ્દો પ્રબળ રહ્યો. દેખાવકારો વારંવાર 'અમને આપણો દેશ પાછો જોઈએ છે' જેવા નારા લગાવી રહ્યા હતા. દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવ્યા હતા. રોબિન્સન યુનાઇટેડ કિંગડમમાં એક અગ્રણી જમણેરી નેતા છે અને ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL)નું નેતૃત્વ કરે છે જે મુખ્યત્વે ઈમિગ્રેશન મુદ્દાઓ સાથે સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નેપાળમાં બે દિવસીય આંદોલને ત્યાંની ડાબેરી સરકારને ઉથલાવી દીધી છે. હવે બ્રિટનમાં આ પ્રદર્શનને પણ નેપાળ જેવું જ ગણાવવામાં આવી રહ્યું છે.








