Get The App

અમેરિકાથી ઈટાલી સુધી ઈલોન મસ્કનો વિરોધ, રસ્તા પર પૂતળાં લટકાવ્યા, જાણો લોકો કેમ ઉશ્કેરાયા

Updated: Jan 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાથી ઈટાલી સુધી ઈલોન મસ્કનો વિરોધ, રસ્તા પર પૂતળાં લટકાવ્યા, જાણો લોકો કેમ ઉશ્કેરાયા 1 - image

Elon Musk Nazi Salute: સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક પર નાઝી સલામ આપવાનો આરોપ લગાવ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદના શપથ ગ્રહણ સમારોહમાં ઈલોન મસ્કના હાવભાવને નાઝી સલામ માનવામાં આવ્યો.

ઈલોન મસ્કે આ આરોપોને નકારી કાઢ્યા

ઈલોન મસ્ક નાઝી સલામ કરતા હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ટીકાકારોએ આ હાવભાવને નાઝી જર્મનીના ફાસીવાદી પ્રતીક તરીકે જુએ છે. જો કે, ઈલોન મસ્કે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'સાચું કહું તો, તેમને (વિરોધીઓને) વધુ સારી ગંદી યુક્તિઓની જરૂર છે. કોઈને હિટલર સાથે જોડીને હુમલો કરવો ખૂબ જ કંટાળાજનક બની ગયું છે.'

મિલાનમાં વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા 

ઇટાલીના મિલાનમાં પિયાઝાલે લોરેટોમાં એક વિદ્યાર્થી જૂથે ઈલોન મસ્કનું પૂતળું ઊંધું લટકાવીને દેખાવ કર્યો હતો. આ સ્થળ ઐતિહાસિક રીતે ફાસીવાદી નેતા બેનિટો મુસોલિનીની ક્રૂરતાનું પ્રતીક છે. વર્ષ 1945માં મુસોલિની અને તેના સાથીઓને આ જગ્યાએ ઊંધી ફાંસી આપવામાં આવી હતી. વિદ્યાર્થી જૂથ કેમ્બિયારે રોટ્ટાએ પ્રદર્શનની જવાબદારી લીધી.

નાઝી સલામનો ઈતિહાસ અને મહત્ત્વ

નાઝી સલામ જેને 'હીલ હિટલર સલામ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાઝી જર્મનીનું સત્તાવાર અભિવાદન હતું. આમાં ખભા પરથી જમણો હાથ હવામાં ઉંચો કરીને સલામ કરવામાં આવતી હતી, જેમાં હથેળી નીચે તરફ હતી. આ હાવભાવ પ્રાચીન રોમના સલામથી પ્રેરિત હતો.

•વર્ષ 1921માં નાઝી પાર્ટીમાં આ સલામનો ઉપયોગ શરૂ થયો.

•વર્ષ 1926માં નાઝી પાર્ટીએ તેને તેની સત્તાવાર સલામી જાહેર કરી.

•વર્ષ 1925માં ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ રોમન સામ્રાજ્યની ભવ્યતાને પુનર્જીવિત કરવા માટે તેને અપનાવ્યું.

•બીજા વિશ્વયુદ્ધ પછી, જર્મની અને ઑસ્ટ્રિયાએ નાઝી પ્રતીકો અને સલામી પર કડક પ્રતિબંધ લાદ્યો હતો. નાઝી સલામને ગુનો ગણવામાં આવે છે, જેના માટે જેલની સજા પણ થઈ શકે છે.

અમેરિકાથી ઈટાલી સુધી ઈલોન મસ્કનો વિરોધ, રસ્તા પર પૂતળાં લટકાવ્યા, જાણો લોકો કેમ ઉશ્કેરાયા 2 - image