Get The App

એલોન મસ્કને છે 9 બાળકો, જાણો જોડિયા પુત્રોને જન્મ આપનારી મહિલા વિશે

Updated: Jul 7th, 2022

GS TEAM

Google News
Google News
એલોન મસ્કને છે 9 બાળકો, જાણો જોડિયા પુત્રોને જન્મ આપનારી મહિલા વિશે 1 - image

- વર્ષ 2021માં તેમની કંપનીની મહિલા અધિકારી શિવોન જિલિસે એલોન મસ્કના 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો

નવી દિલ્હી, તા. 07 જુલાઈ 2022, ગુરૂવાર

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીની CEO એલોન મસ્ક પોતાની ટ્વીટ અને બિઝનેસ આઈડિયા તેમજ અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, એલોન મસ્ક હવે 7 નહીં પણ 9 બાળકોના પિતા છે. વર્ષ 2021માં તેમની કંપનીની મહિલા અધિકારી શિવોન જિલિસે એલોન મસ્કના 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. શિવોન એલોન મસ્કની ન્યુરોલિંકની સૌથી મોટી અધિકારી છે. 

અહેવાલો અનુસાર, એલોન અને જિલિસે એપ્રિલ મહિનામાં એક અરજી દાખલ કરી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે, બાળકોના નામની છેલ્લે પિતાના નામનો અને વચ્ચે માતાના નામનો ઉલ્લેખ કરવામાં આવે. આ અરજીના કારણે દરેકને તેમના જોડિયા બાળકો અંગે જાણવા મળ્યું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એક મહિના બાદ ટેક્સાસના ન્યાયાધીશે અરજીને મંજૂરી આપી હતી. 

શિવોન જિલિસ ન્યુરોલિંગ ખાતે ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે, ન્યુરોલિંકની સ્થાપના એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી અને તેઓ તેના ચેરમેન પણ છે. શિવોન વર્ષ 2017ના મેં મહિનાથી કંપનીમાં કામ કરે છે. વર્ષ 2019માં શિવોન જિલિસને ટેસ્લા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ડિરેક્ટર બનાવામાં આવી હતી. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં બોર્ડ મેમ્બર પણ રહી ચૂકી છે. જિલિસનો જન્મ કેનેડામાં થયો હતો અને તેણે યેલ ખાતે ઈકોનોમિક્સ અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો.

શિવોન જિલિસએ IBM અને બ્લૂમબર્ગ બીટામાં કામ કર્યું છે. એલોન મસ્કના જોડિયા બાળકોના સમાચારથી હવે બાળકોની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. મસ્કના 2 બાળકો કેનેડિયન ગાયક ગ્રીમ્સના છે. તે જ સમયે, તેમને પોતાની ભૂતપૂર્વ પત્ની કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સનથી 5 બાળકો છે. એલોન મસ્કની 18 વર્ષની ટ્રાન્સજેન્ડર પુત્રી હાલમાં નામ બદલવાની અરજી લઈને કોર્ટમાં પહોંચી હતી. તેણે અરજીમાં કહ્યું હતું કે, તે તેના જૈવિક પિતા સાથે રહેતી નથી અને કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા માંગતી નથી. આવી સ્થિતિમાં તેણે પોતાનું નામ બદલવાની માંગ કરી હતી. તેનું નામ ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્ક છે. તેની માતા જસ્ટિલ વિસ્સન છે.