Get The App

અમેરિકામાં ખાવાની આ વસ્તુની સર્જાઈ અછત, નાનકડાં દેશ સામે હાથ ફેલાવવા પડ્યાં!

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ખાવાની આ વસ્તુની સર્જાઈ અછત, નાનકડાં દેશ સામે હાથ ફેલાવવા પડ્યાં! 1 - image


US eggs news : અમેરિકામાં ઇંડાની અછત ઉભી થઈ છે. તેથી તેણે લિથુમાનિયા પાસે ઇંડાં માંગ્યાં છે. આ પૂર્વે એમરિકાને, ફીન્લેન્ડ, ડેન્માર્ક, સ્વીડન અને નેધરલેન્ડઝ પાસે પણ ઇંડાં માગ્યાં હતાં. પરંતુ તેઓએ ના કહેતાં હવે લિથુમાનિયા પાસે ઇડાં માગ્યાં છે. જો કે હજી લિથુમાનિયાની સંસદે તે અંગે સ્પષ્ટ જવાબ નથી આપ્યો. છતાં અમેરિકા આશા રાખે છે કે કદાચ મહ્દઅંશે લિથુમાનિયા હા પાડશે.

લિથુમાનિયન પૌલ્ટ્રી એસોસિએશન પ્રમુખ ગીટીસ કૌઝોનાસે પત્રકારોને જણાવ્યું હતું કે પોલેન્ડનાં વૉર્સો સ્થિત અમેરિકાનાં દૂતાવાસે લિથુમાનિયન કંપનીઓના વડાઓ સાથે બેઠક યોજી હતી અને લિથુમાનિયામાંથી યુએસમાં ઇંડાંની નિકાસ કરવા માટે ચર્ચા કરી હતી.

લિથુમાનિયાની સત્તાવાર વેબ સાઇટ એલઆરટી જણાવે છે કે કૌઝોનાસે તે વિનંતિનો હજી કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો નથી. પરંતુ એવું અનુમાન બંધાઈ રહ્યું છે કે ઇંડા નિકાસ કરવા માટે લિથુમાનિયા સહમત થશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમનાં જગતમાં બ્રેક ફાસ્ટમાં ઓમ્લેટ મુખ્ય છે. આથી ઇંડાં અનિવાર્ય છે. માટે અમેરિકા ઠેર ઠેર ઇંડાં માગી રહ્યું છે. અમેરિકાની આ સ્થિતિની નેટિઝન્સ ઠેકડી ઉડાડતાં લખે છે કે ભિક્ષાપાત્ર લઇ અમેરિકા ઘરે ઘરે ઇંડાની ભીખ માગે છે.

અમેરિકામાં બર્ડ ફ્લુ ફાટી નીકળતાં લાખ્ખો મરઘાં બતકાંને મારી નાખવામાં આવ્યાં હતાં. તેથી હવે ત્યાં ઇંડાની અછત ઉભી થઇ છે.

Tags :