Get The App

...તો અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વધશે ટેન્શન, OPT ખતમ કરવાની સાંસદની માંગ, જાણો તેની અસર

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
...તો અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વધશે ટેન્શન, OPT ખતમ કરવાની સાંસદની માંગ, જાણો તેની અસર 1 - image

US OPT Program : અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના જોબ અધિકારો છીનવી લેવાની તૈયારીઓ થઈ રહી છે. એરિઝોના રાજ્યના સાંસદ પોલ ગોસરએ ટ્રમ્પ સરકાર સમક્ષ 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) પ્રોગ્રામને તાત્કાલિક ખતમ કરવાની માંગણી કરી છે. સાંસદનું કહેવું છે કે, આ પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા પ્રોગ્રામના કારણે વિદેશી વિદ્યાર્થીઓ H-1B વિઝાની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓપીટીને અમેરિકન કોંગ્રેસે પણ મંજૂરી આપી નથી, તેથી તેને એક્ઝિક્યુટિવ ઓથોરિટી દ્વારા રદ કરી શકાય છે.

OPT પ્રોગ્રામ શું છે?

વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓપીટી પ્રોગ્રામ હેઠળ 12 મહિના સુધી પોતાના કોર્સ સંબંધિત ક્ષેત્રમાં જોબ કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થીએ 'સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ' વિષયમાં અભ્યાસ કર્યો હોય, તો તેમને વધારાના 24 મહિના માટે એટલે કે કુલ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં જોબ કરવાની મંજૂરી મળે છે. OPT, H-1B વિઝા મેળવવા માટેના પુલ તરીકે કામ કરે છે, જ્યાં વિદ્યાર્થીઓ અનુભવ મેળવીને કંપનીમાં સ્થિર થાય છે અને પછી H-1B વિઝા મેળવે છે.

OPT ખતરનાક પ્રોગ્રામ : સાંસદનો દાવો

અમેરિકી સાંસદ પોલ ગોસરે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીને લખેલા પત્રમાં OPTને ખતરનાક પ્રોગ્રામ ગણાવ્યો છે, જે અમેરિકી ટેક્સદાતા માટે મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, OPTના કારણે વિદેશી વિદ્યાર્થીઓને ઓછા પગાર પર નોકરી પર રાખવામાં આવે છે, જેનાથી અમેરિકન વિદ્યાર્થીઓની નોકરીઓ છીનવાઈ રહી છે. F-1 સ્ટુડન્ટ વિઝા માત્ર ભણવા માટે અપાય છે, અમેરિકન કામદારોની જગ્યા લેવા માટે નહીં.

આ પણ વાંચો : VIDEO : મોરક્કોમાં બે રહેણાંક બિલ્ડિંગ ધરાશાયી

OPT બંધ થવાના સંભવિત નુકસાન

જો OPT પ્રોગ્રામ ખતમ થાય તો તેનાથી ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી શકે છે.

1... લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ભણવા જતાં વિદ્યાર્થીઓને જોબની તક નહીં મળે તો તેમનું રોકાણ વ્યર્થ જશે.

2... OPT વગર H-1B વિઝાની ઊંચી ફીને કારણે કંપનીઓ એન્ટ્રી-લેવલ જોબ માટે વિદેશી વિદ્યાર્થીઓને નહીં રાખે.

3... જો જોબની તક નહીં મળે તો ભારતીય સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકાને બદલે બ્રિટન, કેનેડા કે યુરોપિયન દેશોનો વિકલ્પ પસંદ કરી શકે છે, જેની સીધી અસર અમેરિકન યુનિવર્સિટીઓ પર પડશે.

4... જે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમની પાસે ડિગ્રી પૂરી થયા પછી જોબ શોધવા માટે માત્ર 60 દિવસનો સમય રહેશે, જેના કારણે માનસિક દબાણ વધશે.

આ પણ વાંચો : નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન