Get The App

જાપાનના એક ટાપુ ઉપર એક સપ્તાહમાં 900થી વધુ વખત ધરા ધ્રૂજી : લોકો નીરાંતે સૂઈ શકે તેમ નથી

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
જાપાનના એક ટાપુ ઉપર એક સપ્તાહમાં 900થી વધુ વખત ધરા ધ્રૂજી : લોકો નીરાંતે સૂઈ શકે તેમ નથી 1 - image


- ભવિષ્યવેત્તા રયોતાત્સુકી 2025માં હજી વધુ ભૂકંપની આગાહી કરે છે

- દક્ષિણ જાપાનમાં ટોકારા ટાપુમાં દર વર્ષે ભૂકંપો આવ્યા જ કરે છે, આ વિસ્તાર પૃથ્વીના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તારો પૈકીનો એક છે

ટોકયો : દક્ષિણ જાપાનના સુદૂર અને પાંખી વસ્તી ધરાવતા ટાપુ ટોકોરામાં એક સપ્તાહમાં ૯૦૦થી વધુ વખત ધરા ધ્રૂજી હતી, પરિણામે લોકો નિરાંતે ઊંઘી શકતા નથી. શરૂઆતમાં તો ભૂકંપની તીવ્રતા પ્રમાણમાં થોડી હતી, પરંતુ પછીથી વધતી જઈને ૫.૫ અંક સુધી પહોંચી ગઈ છે. આ ટાપુની આસપાસના સમુદ્રમાં પણ ભૂકંપની ગતિવિધિ ઘણી વધુ એક્ટિવ છે.

જાપાનના બાબા વેંગા તરીકે ઓળખાતા એક ભવિષ્યવેત્તા રયો તાત્સુકીએ ઘણા સમય પહેલા ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે જાપાનમાં ૨૦૨૫માં પાંચમી જુલાઈએ બહુ મોટી આપત્તિ તથા ભયંકર સુનામી આવવાના છે. આથી જાપાનની સરકારે પહેલેથી જ ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

૨૦૧૪માં પણ જાપાનમાં ભારે ભૂકંપ આવ્યો હતો તે સમયે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

પ્રાપ્ય અહેવાલો પ્રમાણે હજી સુધી ટોકારા દ્વિપ ઉપર ભૂકંપને લીધે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. પરંતુ વહીવટી તંત્રે ટાપુ પરના રહેવાસીઓને સાવચેત કરી દીધા છે. ટાપુ પર રહેતા એક શખ્સે સ્થાનિક મીડીયા એબીસીને કહ્યું હતું કે, અહીં ઊંઘવું પણ ભયપ્રદ બની રહ્યું છે. ૫૪ વર્ષના ચિજુકો અટીકાવાએ કહ્યું હતું કે, બધા જ થાકી ગયા છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, આ રોકાઈ જાય. સ્થાનિક નિવાસીઓના પ્રમુખ ૬૦ વર્ષના ઇસામુ સકામોટોએ કહ્યું કે ઘણી વાર એવું લાગે છે કે, જમીન હલી રહી છે પરંતુ તેવું હોતું પણ નથી છતાં મનમાં તેવું લાગ્યા કરે છે.

Tags :