Get The App

તાઇવાનના દરિયામાં 5.9ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નુકસાનીના કોઈ અહેવાલ નથી

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
તાઇવાનના દરિયામાં 5.9ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નુકસાનીના કોઈ અહેવાલ નથી 1 - image

Taiwan Earthquake Today: તાઇવાનના પૂર્વ કિનારા પર આજે(બુધવાર) 5.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો. આઇસલૅન્ડ સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હજુ સુધી નુકસાનના કોઈ અહેવાલ નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે(USGS) એ જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા 5.9 હતી અને તે હુઆલિયન શહેરથી લગભગ 71 કિલોમીટર દક્ષિણમાં 31.1 કિલોમીટર ઊંડાઈ પર આવ્યો હતો. સંવેદનશીલતા અને ડિટેક્ટર સ્થાનોમાં તફાવતને કારણે આવા ફેરફારો સામાન્ય છે.

એપ્રિલ અને જાન્યુઆરીમાં પણ આવ્યો હતો ભૂકંપ

જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલ અને જાન્યુઆરીમાં પણ તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાન્યુઆરીમાં આવેલા ભૂકંપે તાઇવાનમાં ભારે તબાહી મચાવી હતી. તાઇવાન પ્રશાંત મહાસાગરના રિંગ ઑફ ફાયર પર આવેલું છે. જ્યાં વારંવાર ભૂકંપ આવે છે, કારણ કે આ વિસ્તાર બે ટેક્ટોનિક પ્લેટ વચ્ચે આવેલો છે. વર્ષ 2016માં આવેલા ભૂંકપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂંકપે 2 હજારથી વધુ લોકોના જીવ લીધા હતા.