Get The App

અફઘાનિસ્તાનમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ડરીને ઘરોમાંથી બહાર દોડી ગયા

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ડરીને ઘરોમાંથી બહાર દોડી ગયા 1 - image


Afghanistan Earthquake: બુધવારે અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે બુધવારે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં આ ચોથો ભૂકંપ છે. ભૂકંપની દ્રષ્ટિએ અફઘાનિસ્તાન એક સંવેદનશીલ વિસ્તાર છે. આવી સ્થિતિમાં અહીં સતત ભૂકંપ આવતા રહે છે.

આ અગાઉ 17 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અગાઉ 13 ઓગસ્ટે 10 કિલોમીટરની ઊંડાઈએ 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય 8 ઓગસ્ટે 10 કિલોમીટરની ઊંડાઈએ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


Tags :