Get The App

અફઘાનિસ્તાનમાં સોમવારે વહેલી સવારે ભૂકંપ 20નાં મોત : 150 થી વધુને ગંભીર ઇજાઓ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનમાં સોમવારે વહેલી સવારે ભૂકંપ 20નાં મોત : 150 થી વધુને ગંભીર ઇજાઓ 1 - image

- હિન્દુકુશ પર્વતમાળા પાસેનાં મઝર-એ-શરીફ નજીક ભૂકંપનું કેન્દ્ર ભૂમિ નીચે 28 કી.મી. થી ભૂકંપ શરૂ થયો, 6.3 ની તિવ્રતા લોકોમાં દહેશત

કાબુલ : અફઘાનિસ્તાનમાં મઝર-એ-શરીફ પાસે સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા લાગ્યા હતા. રિક્ટર-સ્કેલ ઉપર તેની તીવ્રતા ૬.૩ ની નોંધાઈ હતી. હિન્દુકુશ પર્વતમાળા નજીક આવેલા આ શહેરની નજીક ભૂકંપનું કેન્દ્ર હોવાનું યુ.એસ.જી.એચ. (યુ.એસ.જીયોલોજિકલ સર્વે)એ જણાવ્યું હતું. આ ભૂકંપ ભૂમિની નીચે ૨૮ કિ.મી. જેટલો ઊંડેથી શરૂ થયો હોવા છતાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. અને વીસેક નાગરિકોનાં મૃત્યુ નોંધાયા હતા. જ્યારે ૧૫૦ થી વધુને ગંભીર ઇજાઓ થઈ હતી.

સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૨.૫૯ મિનિટે આ ઘરતીકંપ થયો હતો.

આ પૂર્વે ૩૧ મી ઓગસ્ટ (૨૦૨૫)ના દિવસે પણ પૂર્વ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સીમા પાસે ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેથી ૨૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પૂર્વે ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસે ૬.૩ ની તીવ્રતાના ભૂકંપને લીધે ૪૦૦૦નાં મોત થયા હતા. આ પૂર્વે સમગ્ર હિન્દુકુશ ક્ષેત્રમાં રવિવારે આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે ૨૦.૨૯ મીનીટે ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. આ માહિતી જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયોસાયન્ટીસ્ટે આપી હતી. તે ભૂકંપનું કેન્દ્ર માત્ર ૧૦ કી.મી.ની જ ઉંડાઈએ હોવાથી તેની તીવ્ર અસર થઈ હતી.