પૃથ્વીનું ઓઝોન સ્તર વધુ સારુ થઈ રહ્યુ છે: UN
વોશિંગ્ટન, તા. 6 નવેમ્બર 2018 મંગળવાર
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ધરતીનુ સુરક્ષા કવચ ઓઝોન પડ એરોસૉલ સ્પ્રે અને કૂલન્ટથી થયેલા નુકસાનથી બહાર આવી રહ્યુ છે. ઓઝોનનું પડ 1970ના દાયકા બાદ પાતળુ થતુ ગયુ હતુ. વૈજ્ઞાનિકોએ આ જોખમ વિશે જાણકારી આપી અને ઓઝોનને કમજોર કરનાર રસાયણોને ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં નાશ કર્યા.
ઈક્કાડોરના ક્કિટોના એક સંમેલનમાં રજૂ કરાયેલા વૈજ્ઞાનિક તારણ મુજબ, આનુ પરિણામ એ હશે કે 2030 સુધી ઉત્તર ગોળાર્ધ ઉપર ઓઝોનનુ ઉપરી પડ સમગ્રરીતે દુરસ્ત થઈ જશે. એન્ટાર્ટિકા ઓઝોનનું કાણુ 2060 સુધી ગાયબ થઈ જવુ જોઈએ. દક્ષિણ ગોળાર્ધમાં આ પ્રક્રિયા ધીમી છે અને તેનુ ઓઝોન સ્તર સદીના મધ્ય સુધી સારુ થશે.
નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના પ્રમુખ પૃથ્વી વૈજ્ઞાનિક અને રિપોર્ટના સહ પ્રમુખે કહ્યુ, હકીકતમાં આ ઘણા સારા સમાચાર છે. જો ઓઝોનને ક્ષીણ બનાવનાર તત્વ વધી જાય તો આપણને ભયાવહ અસરનો સામનો કરવો પડત. આપણે તેને રોકી દીધા. ઓઝોન પૃથ્વીના વાયુમંડળની જેમ છે. જે ગ્રહને યુવી કિરણોથી બચાવે છે. યુવી કિરણો ત્વચાના કેન્સર, પાકને નુકસાન અને અન્ય સમસ્યાઓ માટે જવાબદાર હોય છે.