નશામાં ધૂત છોકરાઓએ સૂપમાં પેશાબ કર્યો તો માતા-પિતાએ ભરવો પડ્યો રૂ. 2.6 કરોડનો દંડ! જાણો સમગ્ર મામલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drunk Chinese Teenagers Urinate In Soup: ચીનમાં બે નશામાં ધૂત છોકરાઓએ સૂપમાં પેશાબ કરતા વીડિયો બનાવ્યો હતો, જેની સજા તેમના માતા-પિતાને મળી છે. ચીનની એક કોર્ટે બંને છોકરાઓના માતા-પિતાને 2.2 મિલિયન યુઆન (રૂ. 2.6 કરોડ) વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ બંને છોકરાઓએ એક રેસ્ટોરન્ટમાં સૂપના વાસણમાં પેશાબ કરતા વીડિયો બનાવ્યા બાદ દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો.
ચોંકાવનારા ફૂટેજમાં નશામાં ધૂત 17 વર્ષનો છોકરો ચીનની સૌથી મોટી હોટપોટ ચેઈન Haidilaoના શાંઘાઈ સ્થિત એક આઉટલેટના પ્રાઈવેટ રૂમમાં જમતી વખતે ટેબલ પર ઊભો રહીને સૂપમાં પેશાબ કરતો દેખાઈ રહ્યો છે. આ ઘટના 24 ફેબ્રુઆરીના રોજ બની હતી, પરંતુ કંપનીને ચાર દિવસ પછી તેની જાણ થઈ. જોકે અન્ય કોઈપણ ગ્રાહકે ગંદા સૂપનું સેવન નહોતું કર્યું, પરંતુ આ વીડિયોથી દેશભરમાં આક્રોશ ફેલાયો અને રેસ્ટોરન્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું.
Haidilaoએ સાવચેતીના ભાગ રૂપે 4,000 થી વધુ ગ્રાહકોને વળતરની ઓફર કરી અને સિચુઆનના ઝિયાનયાંગમાં પોલીસને આ બાબતની જાણ કરી, જ્યાં કંપનીનું મુખ્ય મથક છે. ત્યારબાદ આ છોકરાઓની ધરપકડ કરવામાં આવી. માર્ચમાં, કંપનીએ એક સિવિલ કેસ દાખલ કરીને જાહેર માફી અને 2.3 મિલિયન યુઆન (27 કરોડ) નુકસાનની માગ કરી હતી.
આ પણ વાંચો: મોટા યુદ્ધની તૈયારી...? રશિયા-બેલારુસના 1 લાખ સૈનિકો એકત્ર થતાં ચર્ચાએ જોર પકડ્યું
આ અઠવાડિયે શાંઘાઈની હુઆંગપુ ડિસ્ટ્રિક્ટ પીપલ્સ કોર્ટે ચુકાદો આપ્યો કે છોકરાઓએ સંપત્તિના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને અપમાનજનક કૃત્યો દ્વારા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. કોર્ટે કહ્યું કે, તેમના આ કાર્યથી રેસ્ટોરન્ટનું વાતાવરણ પ્રદૂષિત થયું, લોકોને અસુવિધા થઈ અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યુ છે.
માતા-પિતાએ ભરવો પડ્યો રૂ. 2.6 કરોડનો દંડ
છોકરાઓના માતા-પિતા તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમને પ્રતિષ્ઠા અને વ્યવસાયિક નુકસાન માટે 2 મિલિયન યુઆન (2.4 કરોડ), ટેબલવેર નુકસાન અને સફાઈ માટે 130,000 યુઆન (15.4 લાખ) અને કાનૂની ફી તરીકે 70,000 યુઆન (8.3 લાખ) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. છોકરાઓ અને તેમના માતા-પિતાને સગીરોની ઉંમરને કારણે ગોપનીયતાની સુરક્ષા સાથે, નિયુક્ત અખબારોમાં જાહેર માફી માગવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટે ઘટના પછી તમામ ગ્રાહકોને પૈસા પરત કરવાના Haidilaoના નિર્ણયને યોગ્ય વળતર તરીકે સ્વીકાર કર્યો. આ સાથે જ એ વાત પર ભાર મૂક્યો કે, આ કંપનીની સ્વૈચ્છિક પસંદગી હતી અને તેને નુકસાનમાં સામેલ ન કરવી જોઈએ.








