Get The App

892.6 બિલિયન ડોલરના સંરક્ષણ ખર્ચ સાથેનું ડૉનાલ્ડ ટ્રમ્પનું 2025-26નું વિશાળ અંદાજપત્ર

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
892.6 બિલિયન ડોલરના સંરક્ષણ ખર્ચ સાથેનું ડૉનાલ્ડ ટ્રમ્પનું 2025-26નું વિશાળ અંદાજપત્ર 1 - image


- ચીનના ભયને લીધે સંરક્ષણ ખર્ચ સૌથી વધુ છે

- શિક્ષણ ક્ષેત્રે 15.3 ટકાનો કાપ : હોમ લેન્ડ સિક્યુરીટી માટે 42.3 બિલિયન ફાળવાયા જે પૂર્વેનાં બજેટ કરતાં 65 ટકા વધુ છે

વૉશિંગ્ટન (ડી.સી.) : પદગ્રહણ કર્યા પછીનું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલું બજેટ કોંગ્રેસ સમક્ષ સ્વીકૃતિ માટે રજૂ કર્યું છે. તેમાં ગતવર્ષનાં પ્રમાણમાં ૧૬૩ બિલિયન ડોલર્સનો કટ મુકવામાં આવ્યો છે. પરંતુ સંરક્ષણ અને આંતરિક સલામતી ઉપર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે.

ટ્રમ્પે અન્ય તમામ ખર્ચ કરતાં સંરક્ષણ ઉપર સૌથી વધુ ભાર મુક્યો છે. આ બજેટમાં તેઓએ સંરક્ષણ માટે ૮૯૨.૬ બિલિયન ડોલર ફાળવ્યા છે અને હોમલેન્ડ સિક્યુરીટી (આંતરિક સલામતી) માટે ૪૨.૩ બિલિયન ડોલર્સ ફાળવ્યા છે. જે ગત વર્ષે જો બાયડેને રજૂ કરેલાં બજેટમાં ફાળવવામાં આવેલી રકમ કરતાં ૬૫ ટકા વધુ છે. તો બીજી તરફ ટ્રમ્પે શિક્ષણ ક્ષેત્રે ૧૫.૩ ટકાનો કાપ મુક્યો છે.

આંતરિક સલામતી માટે પૂર્વેનાં બજેટ કરતાં સીધો ૬૫ ટકાનો વધારો કરવાનો હેતુ મેક્ષિકો કેરેબિયન આઈલેન્ડઝ અને કેનેડામાંથી પણ અમેરિકામાં ઘૂસી આવતા ઘૂસણખોરોને રોકવાનો છે. મેક્સિકો સરહદે તો ૨૦ ફીટ ઊંચી પાકી દિવાલ રચી ત્યાંથી આવતી ઘૂસણખોરી તેઓ અટકાવવા માગે છે. ટ્રમ્પની બજેટ દરખાસ્તોમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ ધ સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં ૪૦ ટકાથી વધુ કાપ મુકવામાં આવ્યો છે. આ બજેટના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે-

(૧) ૨૦૨૫-૨૬નાં નાણાંકીય વર્ષ માટે સંરક્ષણ માટે ૮૯૨.૬ બિલિયન ડોલર નેશનલ ડીફેન્સ માટે ફાળવવામાં આવ્યા છે. જે ગત વર્ષની ફાળવણી કરતાં ૧૧૩.૩ બિલિયન વધુ છે. જ્યારે હોમ લેન્ડ સિક્યોરિટી માટે ૪૨.૩ બિલિયન ડોલર ફાળવ્યા છે જે ગત વર્ષના (જો બાયડેનનાં છેલ્લાં) બજેટ કરતાં ૬૫ ટકા વધુ છે.

(૨) આ દરખાસ્તોમાં નાસાના મૂન પ્રોગ્રામમાં ૬ બિલિયન ડોલરનો કાપ મુકાયો છે. પરંતુ સ્પેસ એક્સના પ્રણેતા એલન મસ્કની મહેચ્છા પૂરી થવા સંભવ છે.

(૩) આ અંદાજપત્રમાં આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઈએના સ્ટાફમાં પણ કાપ મુકવા સૂચવ્યું છે.

(૪) ૩૬૦ મિલિયન ડોલર ફેડરલ એવીએશન એડમિસિસ્ટ્રેશન માટે ફાળવ્યા છે ને એર ટ્રાફિક કન્ટ્રોલ હાયરિંગ સેલરી ઇન્ડસ્ટ્રીઝ અને જૂની ટેલી કોમ સીસ્ટીમ દૂર કરી નવી ટેલીકોમ સીસ્ટમ માટે ફાળવવામાં આવ્યા છે.

(૫) ૪૦૦ મિલિયન ડોલર નવી રેઇલ સેફ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઇનિશ્યેટિવ માટે ફાળવવામાં આવ્યા છે.

(૬) ફોરેન એઇડમાં ટ્રમ્પે ૪૯ બિલિયનો ઘટાડો કર્યો છે. પરંતુ વર્લ્ડ બેન્ક ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન (આઈડીએ) માટે ડોલર ૩.૨ બિલિયન ફાળવવામાં આવ્યા છે. જે ત્રણ વર્ષના ગાળે આપવામાં (કટકે કટકે) આવશે.

(૭) ઇન્ટીરીયર ડીપાર્ટમેન્ટને અપાતી રકમમાં ૩૦.૫ ટકાનો કાપ મુકાયો છે. તેમાં બ્યુરો ઑફ લેન્ડમેનેજમેન્ટ કોન્ઝેર્વેશન પ્રોગ્રામ આવરી લેવાયા છે.

(૮) ટ્રાયબલ અફેર્સ અને બ્યુરો ઓફ ઇન્ડીયન (રેડ ઇંડીયન) અફેર્સના પ્રોગ્રામ્સ અને પ્રાન્ટસમાં ૧ બિલિયન ડોલરનો કાપ મુકાયો છે.

(૯) ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીનાં બજેટમાં ૪.૭ બિલિયનનો કાપ મુકવા સાથે ૨૦૨૧થી ચાલતા ક્લિન એનર્જી પ્રોગ્રામનું ઇન્ફ્રાસ્ટ્રકચર બિલ પણ ઘટાડાયું છે.

(૧૦) સૌથી મહત્ત્વની વાત તો શિક્ષણ વિભાગના ખર્ચમાં ૧૫.૩ ટકાનો કાપ અને

(૧૧) અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પાર્ટ ટાઈમ જોબ ઉપર ૯૮૦ મિલિયનનો કાપ ધ્યાન ખેંચે તેવો છે. ૨૦૨૪નાં બજેટમાં (જો બાયડેનનાં બજેટમાં) તે ૧.૨ બિલિયન હતો.

ટૂંકમાં ૨૦૨૫-૨૬નાં અમેરિકાનાં નાણાંકીય વર્ષમાં સૌથી વધુ ખર્ચ ડોલર ૮૯૨.૬ બિલિયન તથા ઇન્ટરનલ સિક્યુરીટી માટે સીધો ૬૫ ટકાનો વધારો કરી તે માટે ફાળવાયેલી રકમ ૪૨.૩ બિલિયન છે. ચીનના ભય અને મેક્ષિકન્સની ઘૂસણખોરી તે માટે મૂળભૂત કારણ છે. મેક્ષિકો સરહદે દિવાલ રચાશે જ.

Tags :